ઇન્ટરનેશનલ

પાકિસ્તાનમાં ઉથલપાથલના એંધાણઃ શરીફ સરકારને ઝટકો, આ પાર્ટી મોટી બનશે

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના નિર્ણયથી શાસક ગઠબંધનને મોટો ફટકો પડ્યો છે જ્યારે ઈમરાન ખાનની આગેવાની હેઠળની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (Imran Khan’s party PTI) એ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરશે. સુપ્રીમ કોર્ટે આજે ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈને મહિલાઓ અને લઘુમતીઓ માટે અનામત બેઠકો માટે લાયક જાહેર કરી હતી. આ નિર્ણય બાદ પીટીઆઈના કાર્યકરોમાં ઉજવણીનો માહોલ છે.

સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય મુખ્ય ન્યાયાધીશ કાઝી ફૈઝ ઈસાની આગેવાની હેઠળની સર્વોચ્ચ અદાલતની 13 સભ્યોની બેન્ચ (8-5) દ્વારા આપવામાં આવ્યો હતો. આના એક દિવસ પહેલા કોર્ટે પીટીઆઈ સમર્થિત સુન્ની ઇત્તેહાદ કાઉન્સિલ (એસઆઈસી) દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ પર સુનાવણી બંધ કર્યા પછી કેસ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. નિર્ણયની સાથે જ કોર્ટે પીટીઆઈને 15 દિવસમાં અનામત બેઠકોની યાદી રજૂ કરવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય બાદ પીટીઆઈ હવે સંસદમાં દેશની સૌથી મોટી પાર્ટી બની જશે.

માર્ચમાં સુન્ની ઇત્તેહાદ કાઉન્સિલે માંગણી કરતી અરજી દાખલ કરી હતી કે મહિલાઓ અને લઘુમતીઓ માટેની 77 બેઠકો જે મૂળ 8 ફેબ્રુઆરીની સામાન્ય ચૂંટણીઓ પછી વડા પ્રધાન શેહબાઝ શરીફના શાસક ગઠબંધનને ફાળવવામાં આવી હતી, તેઓને ફરીથી ગઠબંધનને ફાળવવામાં આવે. જો કે, પેશાવર હાઈકોર્ટ અને પાકિસ્તાનના ચૂંટણી પંચ બંનેએ અલગ-અલગ નિર્ણયોમાં કાઉન્સિલની અપીલને નકારી કાઢી અને તેને અનામત બેઠકો માટે અયોગ્ય જાહેર કરી હતી.

એપ્રિલમાં કાઉન્સિલે આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જે પક્ષના વડા સાહિબજાદા હામિદ રઝા દ્વારા રજૂ કરવામાં આવી હતી. આ અરજી દ્વારા હાઈ કોર્ટના નિર્ણયને રદ કરવાની માંગ કરવામાં આવી હતી ત્યાર બાદ 6 મેના રોજ સર્વોચ્ચ અદાલતે 14 માર્ચના હાઇ કોર્ટના નિર્ણયને તેમજ 1 માર્ચના ચૂંટણી પંચના નિર્ણયને રદ્દ કરી દીધો હતો, જેમાં એસઆઇસીને મહિલાઓ અને લઘુમતીઓ માટે અનામત બેઠકોથી વંચિત રાખવામાં આવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button