શેર બજાર

શૅરબજાર ફરી નવાં શિખરે: નિફ્ટીએ પહેલી જ વાર ૨૪,૫૦૦ની સપાટી વટાવી, જોકે ટેક્નિકલ ક્ષતિને કારણે રોકાણકારોને લાખોનો ફટકો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: સપ્તાહના છેલ્લા સત્રમાં શેરબજાર ફરી નવી વિક્રમી ટોચે પહોંચ્યું છે, નિફ્ટીએ પહેલી જ વાર ૨૪,૫૦૦ પોઇન્ટની અને સેન્સેક્સે ૮૦,૫૦૦ પોઇન્ટની સપાટી વટાવી છે. દરમિયાન સેન્સેક્સમાં લગભગ ૧૦૦૦ પોઇન્ટનો ઉછાળો આવ્યો એ તબક્કે બીએસઇના એફએન્ડઓ સેગમેન્ટમાં ટેક્નિકલ ક્ષતિને કારણે રોકાણકારોને લાખોનો ફટકો પડ્યો હોવાની બજારમાં ચર્ચા હતી. ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસ (ટીસીએસ)ના પ્રોત્સાહક પરિણામોને પગલે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી શેરોની આગેવાની હેઠળ ભારતીય બેન્ચમાર્ક ઇક્વિટી શેરઆંકોએ નવી ઐતિહાસિક ઊંચી સપાટી હાંસલ કરી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ઇન્ફોસિસ જેવા ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં પણ સારો સુધારો આવતા સેન્ટિમેન્ટને વધુ ટેકો મળ્યો હતો.

સત્ર દરમિયાન સેન્સેક્સ ૯૯૬.૧૭ પોઇન્ટ અથવા તો ૧.૨૪ ટકાના ઉછાળા સાથે ૮૦,૮૯૩.૫૧ પોઇન્ટની નવી ઇન્ટ્રા-ડે વિક્રમી ઊંચી સપાટીને અથડાઇને અંતે ૬૨૨ પોઇન્ટ અથવા ૦.૭૮ ટકા વધીને ૮૦,૫૧૯.૩૪ પોઇન્ટવની ઓલટાઇમ હાઇ સપાટી પર સ્થિર તયો હતો. એ જ રીતે, એનએસઇનો બેન્ચમાર્ક નિફ્ટી ૧૮૬.૨૦ પોઇન્ટ અથવા ૦.૭૭ ટકા વધીને ૨૪,૫૦૨.૨૦ પોઇન્ટની વિક્રમી સપાટીએ સ્થિર થયો હતો. સત્ર દરમિયાન તે ૨૭૬.૨૫ પોઇન્ટ અથવા તો ૧.૧૩ ટકાના ઉછાળા સાથે ૨૪,૫૯૨.૨૦ પોઇન્ટની ઇન્ટ્રા-ડે ઓલટાઇમ હાઇ સપાટીને અથડાયો હતો.

ટીસીએસે જૂન ક્વાર્ટર માટે બજારની અપેક્ષા કરતા સારા નાણાકીય પરિણામ જાહેર કર્યા હોવાને પગલે આઇટી શેરોમાં લેવાલીનો સળવળાટ વધ્યો હતો. રિઅલ્ટી શેરોમાં જોકે વેચવાલીનું દબાણ અને ધોવામ પણ જોવા મળ્યું હતું. વ્યાપક બજારમાં પણ વેચવાલી હતી. ટીસીએસ સાત ટકા ઊછળ્યો હતો. અન્ય ટોપ ગેઇનર્સમાં ઇન્ફોસિસ, એચસીએલ ટેકનો, ટેક મહિન્દ્રા, એક્સિસ બેન્ક, આરઆઇએલ, જેએસડબલ્યુ સ્ટીલ, બજાજ ફાઇનાન્સ અને એલએન્ડટીનો સમાવેશ હતો. ટોપ લુઝર્સમાં મારુતિ, એશિયન પેઇન્ટ, ટાઇટન, કોટક મહિન્દ્રા બેન્ક, ભારતી એરટેલ અને આઇસીઆઇસીઆઇ બેન્કનો સમાવેશ હતો.

ગોદરેજ ક્ધઝ્યુમર પ્રોડક્ટ્સે ગુડનાઇટ લિક્વિડ વેપોરાઇઝરમાં પેટન્ટેડ ભારતનું સૌપ્રથમ સ્વદેશી મોસ્ક્વિટો રેપલન્ટ મોલેક્યુલ રજૂ કર્યુ છે. રેનોફ્લુથરિન સાથે બનાવાયેલું આ ફોર્મ્યુલેશન ભારતમાં હાલ ઉપલબ્ધ લિક્વિડ વેપોરાઇઝર ફોર્મેટમાં બીજા કોઈપણ રજિસ્ટર્ડ ફોર્મ્યુલેશનની સરખામણીએ બેગણું વધારે અસરકારક છે. સેન્ટ્રલ ઇન્સેક્ટિસાઇડ બોર્ડ એન્ડ રજિસ્ટ્રેશન કમિટી દ્વારા આકરા ટેસ્ટિંગ અને અપ્રૂવલ તેની અસરકારકતા અને સુરક્ષા દર્શાવે છે. કુલ ટ્રેડેડ શેરોમાં લગભગ ૧૫૯૫ શેર વધ્યા હતા, ૨૧૮૬ શેર ઘટ્યા હતા અને ૯૮ શેર મૂળ સપાટીએ પાછાં ફર્યા હતા.

થાપર ઇન્સ્ટિટ્યૂટ ઑફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીએ એનવિડિયા એઆઇ યુનિવર્સિટી પ્રોગ્રામના ટેક્નિકલ સપોર્ટ સાથે થાપર સ્કૂલ ઑફ એડવાન્સ્ડ એઆઇ અને ડેટા સાયન્સની સ્થાપના માટે એનવિડિયા સાથે સહયોગ તેમ જ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરી છે.

નિફ્ટીમાં સૌથી વધુ વધનારા શેરોમાં ટીસીએસ, વિપ્રો, એચસીએલ ટેકનોલોજી, ઇન્ફોસિસ અને એલટીમાઇન્ડટ્રીનો સમાવેશ હતો, જ્યારે સૌથી વધુ ઘટનારા શેરોમાં મારુતિ સુઝુકી, ડિવિસ લેબ્સ, બીપીસીએસ, કોલ ઇન્ડિયા અને એશિયન પેઇન્ટ્સનો સમાવેશ હતો. ક્ષેત્રોમાં, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ઇન્ડેક્સ ૪.૫ ટકા વધ્યો અને મીડિયા ઇન્ડેક્સ બે ટકાથી વધુ વધ્યો હતો. બીજી તરફ, રિયલ્ટી ઇન્ડેક્સ ૧.૫ ટકા, પાવર ઇન્ડેક્સ લગભગ એક ટકા, કેપિટલ ગુડ્સ અને ઓટો ઇન્ડેક્સ અનુક્રમે ૦.૫ ટકા ઘટ્યા હતા. જોકે, વ્યાપક બજારમાં બીેસઇ મિડકેપ અને સ્મોલકેપ બેન્ચમાર્ક નજીવા નુકસાન સાથે બંધ થયા હતા.
એક તરફ જ્યારે સેન્સેક્સ લગભગ ૧,૦૦૦ પોઈન્ટ સુધીના ઉછાળા સાથે તેની ૮૦,૮૯૩ની તાજી સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, ત્યારે ફ્યુચર્સ એન્ડ ઓપ્શન સેગમેન્ટના રોકાણકારોને લાકો રૂપિયાનું નુકસાન થયું હોવાની બજારમાં ચર્ચા છે. ટ્રેડરોએ બીએસઇની કથિત ટેકનિકલ ખામીને કારણે, સેન્સેક્સ ડેરિવેટિવ કોન્ટ્રેક્ટ્સની વીકલી એક્સપાઇરીના સમયે ભારે ફટકો ભોગવવો પડ્યો હોવાની ફરિયાદ કરી છે. ટ્રેડરોએ ફરિયાદ કરી હતી કે મુંબઇ શેરબજારની ટેક્નિકલ ક્ષતિને કારણે તેઓ સેન્સેક્સ એક્સપાયરી ઈન્ટ્રાડે ઓર્ડર વેચવામાં નિષ્ફળ રહ્યાં હોવાને કારણે ભારે નુકસાન થયું હતું. જયપૂરના એક ટ્રેડરે તેને આને કારણે રૂ. ૧૫ લાખનું નુકસાન થયું હોવાનો દાવો કયો૪ છે. ઝેરોધા, ગ્રોવ, અપસ્ટોક્સ અને એન્જલ વન જેવા બ્રોકરોના ગ્રાહકોને ઉક્ત સમસ્યા નડી હતી.કેટલાક યુઝર્સ તેમના બીએસઇ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (એફએન્ડઓ) ઓર્ડરમાં સમસ્યાઓ અનુભવી શકે છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ) સાથે કનેક્ટિવિટીને લગતા મુદ્દાને કારણે આ સમસ્યા આવી હતી અને તેના પરિણામે ઓર્ડર “ઓપન પેન્ડિંગ” સ્થિતિમાં દેખાયા હતા, એમ ઝેરોધાએ ટ્વીટર પરની પોસ્ટમાં જણાવ્યું હતું.

બ્રોકરેજ ફર્મે સ્પષ્ટ કર્યું કે આ મુદ્દો ઝેરોધા માટે અલગ નથી પરંતુ સમગ્ર બોર્ડના બ્રોકરોને અસર કરે છે. એન્જલ વન યુઝર્સે પણ સોશિયલ મીડિયા પર ફરિયાદ કરી હતી કે તેઓ પોઝીશનને સ્કવેર ઓફ કરી શકતા નથી. બાદમાં, ઝેરોધાએ પુષ્ટિ કરી કે એક્સચેન્જ દ્વારા આ મુદ્દો ઉકેલાઈ ગયો છે. માર્કેટ એનાલિસ્ટે જણાવ્યું હતું કે હાલ મંદી માટે કોઇ ટ્રીગર નથી, બજાર એકંદરે વૈશ્ર્વિક અને સ્થાનિક પોઝિટિવ સંકેતોને અનુકૂળ પ્રતિક્રિયા આપી શકે છે. અમેરિકામાં ફુગાવામાં જૂનમાં ૦.૧ ટકા જેટલો ઘટાડો થયો હોવાથી સપ્ટેમ્બરમાં ફેડરલ દ્વારા વ્યાજ દરમાં કાપની આશાને ફરી હવા મળી છે.

બજારના સાધનો અનુસાર હાલમાં સ્થાનિક અને વૈશ્ર્વિક પરિબળો તેજીવાળાની તરફેણમાં છે. વરસાદની પ્રગતિ અને ખરીફ વાવેતર આગળ વધવા સાથે ખાસ કરીને જેને વધુ લાભ મળવાનો છે એવા ઓટોમોબાઇલ અને એફએમસીજી ક્ષેત્રના શેરોમાં આકર્ષણ રહી શકે છે. રોકાણકારો કોર્પોરેટ ક્ષેત્રના પ્રથમ ત્રિમાસિક સમયગાળાના પરિણામોની પ્રતીક્ષા કરી રહ્યાં છે, જેમાં નાણાકીય ડેટા અને આગામી સમય માટેના ગાઇડન્સ પરથી બજારને દિશા મળશે. આ ઉપરાંત વિદેશી સંસ્થાકીય રોકાણકારોનું વલણ પણ મહત્ત્વનું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…