નેપાળમાં મોટો અકસ્માત, બે બસો નદીમાં તણાઇ ગઇ, 7 ભારતીયના મૃત્યુ

નેપાળમાં એક મોટી દુર્ઘટના બની છે. અહીં ભૂસ્ખલન બાદ બે બસો નદીમાં વહી ગઈ છે. આ અકસ્માતમાં સાત ભારતીયોના મોત થયા છે. જ્યારે બસમાં મુસાફરી કરી રહેલા તમામ મુસાફરો (લગભગ 60) લાપતા છે. દુર્ઘટનાની તીવ્રતાને ધ્યાનમાં લેતા મૃતકોની સંખ્યા વધી શકે છે.
નેપાળના પોખરામાં શુક્રવારે ભૂખલનમાં બે પેસેન્જર બસ નદીમાં તણાઈ ગઈ હતી. આ ઘટના નારાયણ ઘાટ મુગલીઘરોડ સેક્શનના સિમલતાલમાં બની હતી. ચિત્તવનના મુખ્ય જિલ્લા અધિકારીએ જણાવ્યું હતું કે કાઠમંડુ જઈ રહેલી બસ અને રાજધાનીથી ગૌર જઈ રહેલી બસ સવારે સાડા ત્રણ વાગે ભૂસ્ખલનને કારણે ત્રિશુલી નદીમાં તણાઈ ગઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે કાઠમંડુ જઈ રહેલી બસમાં 24 લોકો અને અન્ય બસમાં 41 લોકો મુસાફરી કરી રહ્યા હતા મુસાફરી કરી રહેલા ત્રણ જણ બસમાંથી કૂદીને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. આ અકસ્માતમાં સાત ભારતીય નાગરિકોના મોતની પુષ્ટિ થઈ છે. હાલમાં તમામ મુસાફરો લાપતા હોવાથી અને તેમના બચવાની શક્યતા નહિવત હોવાથી મૃતકોની સંખ્યામાં ભારે વધારો થવાની શક્યતા છે.
આ પણ વાંચો : અરવિંદ કેજરીવાલને લાગ્યો ઝટકો, ન્યાયિક કસ્ટડી 25 જુલાઇ સુધી
સતત વરસાદને કારણે સર્ચ ઓપરેશનમાં તકલીફ આવી રહી છે. નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ ધવલ ‘પ્રચંડ’ એ તમામ સરકારી એજન્સીઓને મુસાફરોને શોધવા અને બચાવવાના નિર્દેશ આપ્યા છે. દરમ્યાન હવામાન પ્રતિકૂળ હોવાને કારણે કાઠમંડુથી ભરતપૂરની તમામ ફ્લાઈટ દિવસ માટે રદ કરવામાં આવી. છે નેપાળના ગૃહ મંત્રાલયના અધિકારીઓએ ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે નેપાળમાં ચોમાસાની સિઝનથી વરસાદ સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા 65 લોકો માર્યા ગયા છે અને 90 થી વધુ લોકો ઘાયલ થયા છે