બીજી વન-ડેમાં ભારતે ઑસ્ટે્રલિયાને 100 રનથી હરાવ્યું: સિરીઝ કબજે
બીજી વન-ડેમાં ભારતે ઑસ્ટે્રલિયાને 100 રનથી હરાવ્યું: સિરીઝ કબજે
ઇંદોર: ઇન્દોરમાં રમાયેલી સિરીઝની બીજી વન-ડે મેચમાં ભારતે ઓસ્ટે્રલિયાને 99 રનથી હરાવ્યું હતું. ભારતે પ્રથમ બેટિગ કરતા શ્રેયસ ઐય્યર (105), શુભમન ગિલ (104) અને સૂર્યકુમાર યાદવ (અણનમ 72)ની શાનદાર ઇનિંગની મદદથી 50 ઓવરમાં પાંચ વિકેટ પર 399 રન બનાવ્યા હતા. ત્યારબાદ ઓસ્ટે્રલિયાની ઇનિંગની નવમી ઓવરમાં વરસાદ આવ્યો હતો. ત્યારબાદ ડકવર્થ લૂઇસના નિયમના આધારે ઓસ્ટે્રલિયાને જીતવા માટે 33 ઓવરમાં 317 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જવાબમાં ઓસ્ટે્રલિયાની ટીમ 28.2 ઓવરમાં માત્ર 217 રન જ બનાવી શકી હતી. ઓસ્ટે્રલિયા તરફથી સીન એબોટે 54 રન અને ડેવિડ વોર્નરે 53 રન બનાવ્યા હતા. તેમના સિવાય કોઇ પણ બેટ્સમેન સા પ્રદર્શન કરી શક્યો નહોતો.
ભારત તરફથી અશ્વિન અને જાડેજાએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણાએ બે અને મોહમ્મદ શમીએ એક વિકેટ ઝડપી હતી.
અગાઉ ભારતે ઓસ્ટે્રલિયાને જીતવા માટે 400 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિગ કરતા ભારતે 50 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 399 રન બનાવ્યા હતા. ઓસ્ટે્રલિયા સામે વનડેમાં આ ભારતનો સર્વોચ્ચ સ્કોર છે. અગાઉ ઓસ્ટે્રલિયા સામે ભારતનો સર્વોચ્ચ સ્કોર 383 રન હતો, જે તેણે નવેમ્બર 2013માં બેંગલુમાં બનાવ્યો હતો.સમગ્ર વન-ડે ઇતિહાસમાં આ ભારતનો સાતમો સર્વોચ્ચ સ્કોર છે. વન-ડેમાં ભારતનો સર્વોચ્ચ સ્કોર 418 છે જે તેણે ડિસેમ્બર 2011માં ઈન્દોરમાં વેસ્ટ ઈન્ડિઝ સામે બનાવ્યો હતો.
ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી ન હતી. ચોથી ઓવરમાં જ ઋતુરાજ ગાયકવાડ માત્ર આઠ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. જો કે આ પછી શુભમન ગિલ અને શ્રેયસ ઐય્યરે બીજી વિકેટ માટે 200 રનની ભાગીદારી કરી હતી.
ભારત તરફથી શુભમન ગિલે 97 બોલમાં 104 રન, શ્રેયસ ઐય્યરે 90 બોલમાં 105 રન અને કેપ્ટન કેએલ રાહુલે 38 બોલમાં 52 રન બનાવ્યા હતા. જ્યારે સૂર્યકુમાર યાદવે તોફાની બેટિગ કરી હતી. તેણે 37 બોલમાં છ ચોગ્ગા અને છ સિક્સની મદદથી 72 રનની અણનમ ઇનિંગ રમી હતી. જ્યારે રવીન્દ્ર જાડેજા 13 રન બનાવીને અણનમ રહ્યો હતો. ઓસ્ટે્રલિયા તરફથી કેમન ગ્રીને બે વિકેટ ઝડપી હતી. જ્યારે જોશ હેઝલવુડ, શોન એબોટ અને એડમ ઝમ્પાને એક-એક વિકેટ મળી હતી.
ઓસ્ટે્રલિયા તરફથી કેમરન ગ્રીને સૌથી વધુ બે વિકેટ લીધી હતી. જોકે, તે ઘણો ખર્ચાળ સાબિત થયો. ગ્રીને તેની 10 ઓવરમાં 103 રન ખર્ચ્યા હતા. આ સિવાય એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ અને સીન એબોટને એક-એક સફળતા મળી છે.