નેશનલ

‘તમે હાઈવે કેવી રીતે બંધ કરી શકો?…’ હરિયાણા સરકારને સુપ્રીમ કોર્ટેની ફટકાર

નવી દિલ્હી: ખેડૂત અંદોલન દરમિયાન ખેડૂતોને દિલ્હી તરફ કુચ કરતા રોકવા હરિયાણા સરકારે (Government of Haryyana) શંભુ બોર્ડર (Shambhu Border) સીલ કરી દીધી હાતી, આ મામલે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના આદેશ બાદ સુપ્રીમ કોર્ટે (Supreme court)પણ મહત્વની ટીપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે હરિયાણા સરકારને સવાલ કર્યો કે રાજ્ય સરકાર હાઈવે પર ટ્રાફિક કેવી રીતે રોકી શકે? તેના બદલે ટ્રાફિકને નિયંત્રિત કરવાનું કામ રાજ્ય સરકારનું છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે સરહદ ખુલ્લી રાખો પણ નિયંત્રણ પણ રાખો. આખરે, બોર્ડર ખોલવાના હાઈકોર્ટના આદેશને રાજ્ય સરકાર શા માટે પડકારવા માંગે છે? સુપ્રિમ કોર્ટે કહ્યું કે ખેડૂતો નાગરિક છે, તેમને ભોજન અને સારી મેડિકલ સુવિધા આપો. તેઓ આવશે, સૂત્રોચ્ચાર કરશે અને પાછા ફરશે.

ખેડૂતોના આંદોલન દરમિયાન વિરોધ કરી રહેલા 22 વર્ષીય યુવકના મૃત્યુની ન્યાયિક તપાસ માટે હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ હરિયાણા સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન બેંચે આ ટિપ્પણી કરી હતી.

આ પણ વાંચો : Hathras Stampede: ‘ઘટના દુ:ખદ છે, પરંતુ અમે સુનાવણી નહીં કરીએ…’, સુપ્રીમ કોર્ટે આવું કેમ કહ્યું?

જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની ખંડપીઠે આ ટિપ્પણી કરી હતી. આ કેસની અગાઉ પણ સુનાવણી થઈ હતી, જ્યારે જસ્ટિસ કાંતે હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો હતો, પરંતુ અરજી પેન્ડિંગ રાખી હતી. આજે જસ્ટિસ કાંતે રાજ્યને આ ઘટનાક્રમ અંગે સોગંદનામું દાખલ કરવા જણાવ્યું હતું.

નોંધનીય છે કે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે બે દિવસ પહેલા શંભુ બોર્ડર ખોલવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે આ નિર્ણય જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન આપ્યો હતો. કોર્ટે પંજાબ અને હરિયાણા બંને રાજ્યોની સરકારને કાયદો અને વ્યવસ્થા જાળવવા આદેશ આપ્યો હતો. તેમણે વિરોધ દરમિયાન એક ખેડૂતના મોતની તપાસ માટે એસઆઈટી બનાવવાનું પણ કહ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button