મનોરંજન

હોલીવુડમાં પણ ઝળકશે અનંત અને રાધિકાના લગ્ન

રિયાલિટી શોના સ્ટાર્સ, કિમ કાર્દાશિયન અને તેની બહેન ખલો કાર્દાશિયન, આજે 12 જુલાઈએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન માટે મુંબઈ પહોંચ્યા હતા. રિયાલિટી ટીવી સ્ટારનું તાજમહેલ હોટેલ, મુંબઈ ખાતે તેના આગમન પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેની કાર પણ એરપોર્ટ પર પાપારાઝીથી ઘેરાયેલી હતી. કિમે શહેરમાં તેના ભવ્ય સ્વાગતની તસવીરો શેર કરી હતી. કિમનું પરંપરાગત માળા અને કપાળે ટિકો કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
કિમ કાર્દાશિયન અને તેની બહેન ખલો તેમના શો ‘ધ કાર્દાશિયન્સ’ માટે અનંત અને રાધિકાના લગ્ન પર એક ડોક્યુમેન્ટ્રી બનાવશે. તેથી જ કિમ અને ખ્લોની સાથે તેમના હેરસ્ટાઈલિસ્ટ અને ફિલ્મના નિર્માતા પણ તેમની સાથે મુંબઈ આવ્યા છે. તેઓ આ વખતે મુંબઈ અને અંબાણીના લગ્નમાં તેમની આખી યાત્રાનું શૂટિંગ કરશે. આગામી 6ઠ્ઠી સિઝનમાં આપણને બધાને આ લગ્ન જોવા મળશે.

‘ધ કાર્દાશિયન્સ’ હાલમાં તેમની પાંચમી સિઝનમાં છે અને તેની આગામી છઠ્ઠી સિઝનમાં અંબાણી વેડિંગની હાઇલાઇટ્સ દર્શાવવાની અપેક્ષા છે.

આ કિમ અને ખ્લો બંનેની ભારતની પ્રથમ મુલાકાત છે. અનંત રાધિકાના લગ્નમાં કિમ અને તેની બહેન પરંપરાગત ભારતીય પોશાકમાં સજ્જ થશે એવી માહિતી મળી છે. લગ્ન માટે કિમ તરુણ તાહિલિયાની લહેંગામાં તૈયાર થવાની છે.

આ પણ વાંચો : Anant & Radhika Wedding: PM Modi અનંત-રાધિકાને આપશે આશીર્વાદ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન ત્રણ દિવસ સુધી ચાલવાના છે, જેમાં 12 જુલાઈના રોજ ‘શુભ વિવાહ’, 13 જુલાઈના રોજ ‘શુભ આશીર્વાદ’ અને 14 જુલાઈના રોજ ભવ્ય રિસેપ્શન અને 15 જુલાઈએ બીજું રિસેપ્શન યોજાશે.
અંબાણીના લગ્નમાં જ્હોન સીના, માઈક ટાયસન, જીન-ક્લાઉડ વેન ડેમ અને જય શેટ્ટી, બોરિસ જોન્સન, ટોની બ્લેર, જ્હોન કેરી અને સ્ટીફન હાર્પર, હિલેરી ક્લિન્ટન, તાન્ઝાનિયાના પ્રમુખ સામિયા સુલુહુ હસન અને ફિફા પ્રમુખ ગિઆની ઇન્ફેન્ટિનો વગેરે જેવા મહાનુભાવો સહિત અન્ય વૈશ્વિક હસ્તીઓની હાજરી પણ જોવા મળશે

દેશી ગર્લ પ્રિયંકા ચોપરા જોનાસ ગઈ કાલે પતિ નિક જોનાસ અને દીકરી ​​માલતી સાથે અનંત અને રાધિકાના શાહી લગ્નમાં ભાગ લેવા માટે મુંબઈ પહોંચી હતી. તેનો એરપોર્ટ વીડિયો સામે આવ્યા બાદ હવે તેણે નિક સાથેનો એક ખાસ ફોટો પણ શેર કર્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button