આમચી મુંબઈ

વિધાનસભ્યોની અપાત્રતા પ્રકરણ સ્પીકર કરશે: આજે બીજી સુનાવણી

મુંબઈ: શિવસેનાના વિધાનસભ્યોના અપાત્રતા પિટિશનની બીજી સુનાવણી આજે (સોમવારે) વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકર હાથ ધરવાના છે. પ્રથમ સુનાવણી 14મી સપ્ટેમ્બરે થઇ હતી, જ્યારે સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ સોમવારે બીજી સુનાવણી થવાની છે. સોમવારની સુનાવણી નિયમિત ભલે હોય, પણ તેને મહત્ત્વની ગણવામાં આવી રહી છે. એક પ્રકારે આ પ્રકરણની સુનાવણીનું સમયપત્રક જ જાહેર કરવામાં આવવાની શક્યતા છે.
આ અગાઉ ઉદ્ધવ જૂથના વિધાનસભ્યોને અપાત્ર ઠેરવવાના પ્રકરણમાં વિલંબ થયો હોવાનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં ઉઠાવવામાં આવ્યો હતો. ત્યારે કોર્ટે પણ આ વિલંબ અંગે સ્પીકરની ઝાટકણી કાઢી હતી અને નારાજગી વ્યક્ત કરી હતી. ત્યાર બાદ હવે સોમવારે આ પ્રકરણે સુનાવણી થવાની છે. આ સુનાવણીમાં વિધાનસભ્યોને હાજર રહેવાની જરૂર નથી. વિધાનસભ્યોની બાજુ જે તે જૂથના વકીલ તરફથી રજૂ કરવામાં આવશે. ત્રીજી ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટમાં સ્પીકરે ચાર મહિનામાં વિધાનસભ્યોને અપાત્ર ઠેરવવા પ્રકરણે કયાં પગલાં લેવાયાં એ અંગે રજૂઆત કરવાની છે.
14મી સપ્ટેમ્બરની સુનાવણીમાં સ્પીકરે વિધાનસભ્યોની બાજુ સાંભળી હતી. શિવસેનાના શિંદે અને ઠાકરે જૂથને દસ્તાવેજો એકબીજાને આપવા માટે પણ કહ્યું હતું. આ સિવાય દસ દિવસમાં અરજદારોની અરજી પર શિવસેનાના શિંદે જૂથના વિધાનસભ્યોને જવાબ આપવા માટે પણ સમય આપવામાં આવ્યો હતો.

ગયા અઠવાડિયે નાર્વેકરે દિલ્હીની મુલાકાત દરમિયાન કાયદાના નિષ્ણાતોની સલાહ પણ લીધી હોવાનું કહેવાઇ રહ્યું છે. તેથી પ્રકરણ ઝડપથી આગળ વધી રહ્યું હોવાનું જણાઇ રહ્યું છે.

શિંદે અને ઉદ્ધવ હાજર રહેશે?
નાર્વેકરે એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરેને આગામી એક-બે દિવસમાં નોટિસ મોકલશે એવી માહિતી માહિતી સૂત્રોએ આપી હતી. બન્ને જૂથ પોતાની બાજુ રજૂ કરી શકે તે માટે આ નોટિસ ફટકારવામાં આવશે એમ કહેવાઇ રહ્યું હતું. તેથી સોમવારની સુનાવણીમાં એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે હાજર રહેશે કે એવો સવાલ ઊભો થયો છે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button