નેશનલવિજ્ઞાન અને ટેકનોલોજી

બોરવેલમાં ફસાયેલા બાળકોને બચાવશે આ રોબોટ, અમદવાદના વિદ્યાર્થીઓનો ઉમદા પ્રોજેક્ટ

અમદાવાદ: ખુલા બોરવેલમાં બાળક પડી જવાની ઘટનાનો અવારનવાર બનતી હોય છે, જેમાંથી કેટલીક ઘટનાઓમાં બાળકને બચાવી શકાતું નથી. એવામાં અમદાવાદની સરકારી પોલિટેકનિક કોલેજ(Ahmedabad government polytechnic college)ના વિદ્યાર્થીઓએ ટેકનોલોજીની મદદથી બોરવેલમાં પડતા બાળકોને બચાવવા માટે એક પ્રોટોટાઈપ રજુ કર્યો છે. ઈન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ વિભાગના છ વિદ્યાર્થીઓએ એક રોબોટનો પ્રોટોટાઈપ તૈયાર કર્યો છે. જેની મદદથી બોરવેલમાં ફસાયેલા બાળકોને બચાવવામાં મદદ મળશે.

કોલેજના અધ્યાપકે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ અહીં પ્રોજેક્ટ દ્વારા શીખે છે. એક દિવસ તેઓ મારી પાસે એક ઉમદા વિચાર લઈને આવ્યા. તેણે મને કહ્યું કે ઘણા બાળકો ઘણીવાર બોરવેલમાં પડી જાય છે અને મૃત્યુ પણ પામે છે. અમે તેમને મદદ કરવા માટે પાઇપ ક્લાઇમ્બિંગ રોબોટ વિકસાવવા માંગીએ છીએ. મેં તેના પગલાની પ્રશંસા કરી અને તેને પ્રોજેક્ટ માટે માર્ગદર્શન આપ્યું.

તેમણે જણાવ્યું કે આ રોબોટની મૂળભૂત વિશેષતા એ છે કે બોરવેલની અંદર જઈને વાઈ-ફાઈ કેમેરાની મદદથી બાળકની વર્તમાન પરિસ્થિતિની જાણ કરે છે. વિદ્યાર્થીઓ આ પ્રોજેક્ટને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તેમણે કહ્યું કે અમે હંમેશા બાળકોના બોરવેલમાં પડીને જીવ ગુમાવવાના સમાચાર વાંચીએ છીએ. બસ આ બધા સમાચાર વાંચીને, જોઈને અને સાંભળીને અમે આ રોબોટ બનાવવાનું વિચાર્યું અને અમે આ ટેક્નોલોજી પર કામ કરવાનું શરૂ કર્યું.

રોબોટમાં Wi-Fi કેમેરા લાગેલો છે જેને દૂરથી કંટ્રોલ કરી શકાય છે. આમાં આઈપી કેમ અને કંટ્રોલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના દ્વારા રિયલ ટાઈમ ડેટા ઉપલબ્ધ થાય છે. તે 23 ફૂટની ઊંડાઈએ ડેટા આપી શકે છે. રોબોટ હાલમાં પ્રોટોટાઇપ મોડમાં છે. સંપૂર્ણ રીતે તૈયાર થયા પછી, તેનો ઉપયોગ બાળકોને બોરવેલમાંથી બચાવવા ઉપરાંત અન્ય હેતુઓ માટે પણ કરી શકાય છે. તેની મદદથી, ઊંડા પાણી પુરવઠાની લાઈનોનું સમારકામ કરી શકાય છે. ઉપરાંત ભૂગર્ભ ગેસ પાઇપ લાઇનના લીકેજને પણ અટકાવી શકાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button