ઇંગ્લેન્ડ આજે ત્રીજા દિવસે જીતવાની તૈયારીમાં
શેન વૉર્નનો મૅજિક-ફિગર પાર નહીં કરી શકે ઍન્ડરસન
લોર્ડ્સ: અહીં વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ સિરીઝની પહેલી મૅચ (ભારતીય સમય અનુસાર બપોરે 3.30 વાગ્યાથી)માં આજે હજી ત્રીજો દિવસ છે અને ઇંગ્લૅન્ડ એક દાવથી વિજય મેળવવાની તૈયારીમાં છે. 21 વર્ષની શાનદાર કરીઅરની છેલ્લી મૅચ રમી રહેલા ટેસ્ટ બોલર જેમ્સ ઍન્ડરસને (James Anderson) વેસ્ટ ઇન્ડીઝના બીજા દાવમાં ગઈ કાલે બે વિકેટ લીધી હતી.
ઇંગ્લૅન્ડે ગઈ કાલે પ્રથમ દાવમાં 250 રનની સરસાઇ લીધી હતી. ત્યાર બાદ વેસ્ટ ઇન્ડીઝની ટીમે સેકન્ડ ઇનિંગ્સમાં 79 રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી અને સરસાઈ ઉતારવા એણે બીજા 171 રન કરવાના બાકી હતા.
જોકે બેન સ્ટોકસની ટીમ આજે ત્રીજા દિવસે એક એક દાવથી જ જીતી શકે એમ છે.
42 વર્ષના જેમ્સ ઍન્ડરસને ટેસ્ટમાં (ગઈ કાલ સુધીમાં) કુલ 703 વિકેટ લીધી છે. સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનારા પેસ બોલર્સમાં ઍન્ડરસન નંબર-વન છે. મુથૈયા મુરલીધરન 800 વિકેટ સાથે તમામ બોલર્સના લિસ્ટમાં મોખરે અને સદ્દગત શેન વૉર્ન (708) બીજા નંબરે છે.
ઍન્ડરસનના નામે કુલ 703 વિકેટ છે. આ તેની કારકિર્દીની અંતિમ મૅચ છે. તે આજે બાકીની બધી ચાર વિકેટ લે તો પણ તેની 707 વિકેટ થાય. એ જોતાં તે બોલર્સના લિસ્ટમાં વૉર્ન પછી ત્રીજા નંબરે જ રહેશે.
ગઈ કાલે કૅરિબિયન વિકેટકીપર ડા’સિલ્વા આઠ અને રમી રહ્યો હતો. પહેલા દાવમાં સાત વિકેટ લેનાર ઍટકિન્સને તેમ જ બેન સ્ટોકસે પણ ગઈ કાલે બે-બે વિકેટ લીધી હતી.