ટોપ ન્યૂઝનેશનલ

ED કેસમાં અરવિંદ કેજરીવાલને SCમાંથી વચગાળાના જામીન મળ્યા, પણ ……

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળી ગયા છે. પરંતુ તેમની ધરપકડનો મામલો ED દ્વારા સુપ્રીમ કોર્ટની મોટી બેંચને સોંપવામાં આવ્યો છે. 

સપ્રીમ કોર્ટે કેજરીવાલની ધરપકડને પડકારતી અરજીનો મામલો મોટી બેંચને મોકલી દીધો છે. અગાઉ 17 મેના રોજ બેન્ચે કેજરીવાલની અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેંચ કેજરીવાલની અરજી પર સુનાવણી કરશે. આ કેસમાં ચીફ જસ્ટિસ ત્રણ જજોની નિમણૂક કરશે. કેજરીવાલને મોટી બેંચ સમક્ષ કેસની સુનાવણી સુધી વચગાળાના જામીન આપવામાં આવ્યા છે, પરંતુ કેજરીવાલ હાલ જેલમાંથી બહાર આવી શકશે નહીં. હાલમાં તે CBI કસ્ટડીમાં છે, પરંતુ ED કેસમાં તેને જામીન મળી ગયા છે. આવી સ્થિતિમાં તેઓ હાલ જેલમાં જ રહેશે.

21 માર્ચે મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી. તેમને નીચલી અદાલતે 20 જૂને આ કેસમાં રૂ. 1 લાખના અંગત બોન્ડ પર જામીન આપ્યા હતા. જોકે, બીજા દિવસે EDએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. EDએ દલીલ કરી હતી કે કેજરીવાલને જામીન આપવાનો નીચલી કોર્ટનો આદેશ એકતરફી અને ખોટો હતો. ED ઉપરાંત CBI દ્વારા પણ 26 જૂને કથિત એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button