ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

Nepal માં હાઈવે પર ભૂસ્ખલનના લીધે 63 મુસાફરો ભરેલી બે બસો ત્રિશુલી નદીમાં ખાબકી

કાઠમંડુઃ નેપાળમાં(Nepal)ખરાબ હવામાનને કારણે ભારે ભૂસ્ખલનની માહિતી સામે આવી રહી છે. મધ્ય નેપાળમાં મદન-અશિર્તા હાઈવે પર આજે સવારે મોટા ભૂસ્ખલનને કારણે લગભગ 63 મુસાફરોને લઈને બે બસો ત્રિશુલી નદીમાં પડી ગઈ છે. રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. નદીમાં ડૂબેલા લોકોને બચાવવા માટે સ્થાનિક લોકો પણ પ્રશાસનને મદદ કરી રહ્યા છે. પ્રારંભિક માહિતી મુજબ, બસ ડ્રાઇવરો સહિત કુલ 63 લોકો બંને બસમાં મુસાફરી કરી રહ્યા હતા. આ ઘટના સવારે સાડા ત્રણ વાગ્યે બની હોવાનું કહેવાય છે.

સર્ચ ઓપરેશન ચાલુ

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર અંધકારને કારણે ભૂસ્ખલનનો ભોગ બનેલી બંને બસો સવારે લગભગ 3.30 વાગ્યે ત્રિશુલી નદીમાં વહી ગઈ હતી. નેપાળમાં ચિતવનના મુખ્ય જિલ્લા અધિકારી ઇન્દ્રદેવ યાદવે જણાવ્યું કે અમે ઘટના સ્થળે છીએ અને સર્ચ ઓપરેશન ચાલુ છે.

અત્યાર સુધીમાં અનેક લોકોના મોત થયા છે

ગુમ થયેલી બસોને શોધવાના અમારા પ્રયાસો સતત વરસાદને કારણે અવરોધાઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે નેપાળમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ અને ભૂસ્ખલન ચાલુ છે. જેના કારણે અત્યાર સુધીમાં અનેક લોકોના મોત થયા છે. ઘણી જગ્યાએ, ભૂસ્ખલનને કારણે હાઇવે તૂટી ગયા છે અથવા નુકસાન થયું છે. આવી સ્થિતિમાં લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદ હજુ પણ ચાલુ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button