મરણ નોંધ

હિન્દુ મરણ

ઘોઘારી દશા શ્રીમાળી વણિક
તળાજા નિવાસી હાલ વસઇ જશવંતરાય જુગલદાસ દોશી (ઉં.વ. 94) તે સ્વ. યશોમતીબેનના પતિ. તા. 10-7-24ના શ્રીજીચરણ પામેલ છે. તે પંકજભાઇ, કિરીટભાઇ, અતુલભાઇ, કેતનભાઇના પિતાશ્રી. સ્વ. આશાબેન, જયશ્રીબેન, વર્ષાબેન તથા કાશ્મીરાબેનના સસરા. સ્વ. ભાઇલાલભાઇ, સ્વ. લીલાવતીબેન, સ્વ. કૈલાસબેન, સ્વ. કમળાબેન, સ્વ. ચંપાબેન, સ્વ. રમાબેન, સ્વ. શાંતાબેનના ભાઇ તથા સાસરા પક્ષે ભક્તિભાઇ રમણીકલાલ ભાયાણી તથા ધનસુખભાઇ રમણીકલાલ ભાયાણીના બનેવી. પ્રાર્થનાસભા તા. 12-7-24ને શુક્રવારના સાંજે 4 થી 6, બન્ને પક્ષની સાથે રાખેલ છે. ઠે. રાજાણી ઓડિટોરિયમ, પોલીટેકનિક કોલેજ કમ્પાઉન્ડ, સિદ્ધિ વિનાયક મંદિરની સામે, વિશાલ નગર, વસઇ (વેસ્ટ).
ઘોઘારી મોઢ વણિક
રાણપુર નિવાસી હાલ ઘાટકોપર/મુંબઈ અનિલભાઈ નાળિયેરવાળા (ઉં.વ. 87) તા. 10-7-24ના શ્રીજીશરણ પામ્યા છે. તે સ્વ. મનોરદાસ નાળીયેરવાળા તથા સ્વ. જયાબેનના દીકરા. તે છાયાબેનનાં પતિ. જલ્પા, મૌલિક તથા રૂચીના પિતા. રાજના દાદા. નીરંજનભાઈ, કમલભાઈ, પ્રકાશભાઈ, સ્વ. મૃદુલાબેન વસંતભાઈ પરીખ, ઉર્મિલાબેન, જ્યોતિબેન યોગેશભાઈ દલાલનાં ભાઈ. અમૃતલાલ મોહનલાલ વોરાનાં જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સારસ્વત બ્રાહ્મણ
સ્વ. નરશી જેઠા જોશી ગામ વીટ્ટા (કચ્છ) હાલ મુલુંડના પુત્ર મૂળશંકર (ઉં. વ. 94) તે અ. સૌ. સ્વ. ભાગ્યરથી બેનના પતિ. સ્વ. વિઠ્ઠલદાસ, સ્વ. પુરષોતમ, હરીશ, સ્વ. સરસ્વતીબેનના ભાઇ. અશોક, સ્વ. દિવ્યાબેન પ્રદીપભાઇ ચંઠમેદરા, ભરત, મનિષ, મધુ હેમંતકુમાર ખીયરાના પિતાશ્રી. કલ્પનાબેન, શિલ્પાબેનના સસરાજી. ધન્યના પરનાના. સ્વ. ભચીબાઇ હંસરાજ પાંધી ગામ મોટી વમોટીના મોટા જમાઇ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 12-7-24ના શુક્રવારના 5થી 7. ઠે. સારસ્વતવાડી, 1લે માળે, ઝવેર રોડ, મુલુંડ (વેસ્ટ) લૌકિક વ્યવહાર બંધ છે.
ગોહિલવાડ દશા શ્રીમાળી વણિક વૈષ્ણવ
ભૂંભલી નિવાસી હાલ ઘાટકોપર સ્વ. સરોજબેન મધુસુદન મહેતાના સુપુત્ર હરીશભાઇ (ઉ. વ.64) તા. 10-7-24ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્મિતાના પતિ. કૃણાલના પિતાશ્રી. એનાના સસરા. અશોકભાઇ, અજીતભાઇ, મુકેશભાઇ, વીણાબેન પંકજભાઇ પારેખ, ભાવનાબેન ઉમાકાંતભાઇ પોકારના ભાઇ. સાવરકુંડલા નિવાસી ચુનીલાલ મોતીચંદ લાખાણીના જમાઇ. પ્રાર્થનાસભા તા. 13-7-24ના શનિવારે 4.30થી 6.30. ઠે. પરમકેશવ બાગ, નવરોજી લેન, ઘાટકોપર (વે.).
હાલાઈ લોહાણા
રાજકોટ નિવાસી હાલ કાંદિવલી સ્વ. હેમરાજભાઈ પ્રેમજીભાઈ ગોટેચાના પત્ની. સ્વ. મોતીબેન, ભાનજીભાઈ જોબનપુત્રાની દિકરી ગં.સ્વ. શાન્તાબેન ગોટેચા (ઉં. વ. 98) તે કલ્પનાબેન રસિકલાલ માનસતા, વાસંતીબેન પ્રવીણભાઈ મીરાણી, વિલાસબેન, હંસાબેન ઈશ્વરકુમાર સુચક, દિનેશભાઈ, સ્વ. ગં. દિપકભાઈ, શૈલેશભાઈ, સંદિપભાઈના માતુશ્રી. જયશ્રીબેન, હર્ષાબેન, ગીતાબેનના સાસુ તા. 9-7-24ના શ્રીજીચરણ પામેલ છે. લોકિક વ્યવહાર બંધ છે.
હાલાઈ લોહાણા
રાજેશ બદિયાણી, (ઉં. વ. 53) મુળગામ દેવરીયા (સૌરાષ્ટ્ર) હાલ હૈદરાબાદ, તે સ્વ.શારદાબેન તથા સ્વ.ઇન્દ્રકાંત દામોદરદાસ બદિયાણીના પુત્ર. તે હેતલના પતિ તથા રિતિકાના પિતા. સ્વ.નિકિતા રાજેશ અભાણી તથા બીજલ સંજય ધરોડના ભાઇ. કિંજલ, દર્શ , સિધાર્થ તથા નિધિના મામા, સોમવાર તા. 8/7/24ના શ્રીજીચરણ પામેલ છે, પ્રાર્થનાસભા રાખેલ નથી તેમજ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઇ ભાટિયા
જામનગર નિવાસી હાલ બોરીવલી માલતીબેન કાપડિયા (ઉં. વ. 82) તે સ્વ.જમનાદાસ લક્ષ્મીદાસ કાપડિયાના ધર્મપત્ની. સ્વ.દ્વારકાબાઇ છત્રભુજ ભાટિયાના સુપુત્રી. મૃદુલા તથા અતુલના માતુશ્રી. વંદનાના સાસુ. જાહન્વી તથા ભુયસના દાદી 10/7/24ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા 12/7/24ના શુક્રવાર 5 થી 7. શ્રી ગીધારીલાલ નુંશીલાલ જૈન સભાગૃહ, ન્યુ શાંતિ સાગર, પહેલે માળે, ચામુંડા સર્કલ, એચ. ડી. એફ. સી બેન્કની બાજુમાં, એસ. વિ. પી રોડ, બોરીવલી વેસ્ટ.
દશા લાડ વણિક
મુંબઈ નિવાસી વીરબાળાબેન નાણાવટી (ઉં. વ. 92) તે સ્વ.મહેન્દ્રભાઈ નાણાવટીના ધર્મપત્ની. મીરા, રવિ, રૂપાના માતુશ્રી. વેંકટરામન, દેવયાની તથા નિખિલના સાસુ. આકાશના દાદી. માનસી, તેજસ, આદિત્ય, વેલિની, સુપ્રીયા, આલોકના નાની તે 10/7/24ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા 13/7/24ના 5 થી 7. વિશ્વેશ્વર ભવન, સન્યાસ આશ્રમ કમ્પાઉન્ડ, સંન્યાસ આશ્રમ માર્ગ, વિલેપાર્લે વેસ્ટ.
ગુર્જર સુથાર
સરસઈ નિવાસી હાલ બોરીવલી પ્રકાશભાઈ વડગામા (ઉં. વ. 66) તે 8/7/24ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. મંજુલાબેન તુલસીદાસ વડગામાના પુત્ર. સ્વ.મનહરભાઈ, સ્વ. ભરતભાઈ, પ્રવીણભાઈ, સ્વ.ક્નહૈયાલાલ, સ્વ. નિર્મળાબેન, ભારતીબેન, મધુબેનના નાનાભાઈ. સુમિતના પિતા. પ્રજ્ઞેશ, આશિષ, કલ્પેશ, વિકાસ, અંકિત, જીજ્ઞા, ચેતના, નેહલ, નિમીષા, હેતલના કાકા. પ્રાર્થનાસભા 12/7/24ના 5 થી 7. શ્રી લુહાર સુથાર વાડી, કાર્ટર રોડ 3, અંબામાતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ.
ઘોઘારી લોહાણા
સાવરકુંડલા હાલ કલ્યાણ નિવાસી નરેન્દ્ર રમણીકલાલ રવાણી (ઉં. વ. 77) તા.10.7.24 બુધવારના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ.હીરાબેનના સુપુત્ર. વીણાબેનના પતિ. અજય, સુનિલ અને કવિતાના પિતા. કુમુદબેન મોદી, હર્ષાબેન કાનાબાર અને ભદ્રેશના ભાઈ. રીના અને શેકર ઐયરના સસરા. આર્યન અને અનિકાના દાદા. પ્રાર્થનાસભા તા.12.7.24 શુક્રવારના 5.00 થી 7.00. લોહાણા મહાજન વાડી આગરા રોડ કલ્યાણ પશ્ચિમ.
હાલાઈ ભાટિયા વિરજીઆણી
રાજેશ (ઉં. વ. 59) તે જયસિંહ ઠાકરશી (મનુમામા) અને સ્વ. પુષ્પાબેનના પુત્ર. તે સ્વ. ગીતાના પતિ. નિરજના પિતા. સ્વ.તુષાર, બીના (નીતા) નીતિન સંપટ અને અતુલના ભાઈ. અ.સૌ. વર્ષાના દેર, જીગર, રિચા મિશ્રા, રિમા નાણાવટીના કાકા તા.10/7/24 બુધવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા.12/7/24 ,શુક્રવારે 5 થી 6.30, 398,જૂની હાલાઈ ભાટિયા મહાજનવાડી, કાલબાદેવી રોડ, મુંબઈ, લૌકિક વહેવાર બંધ છે.
કપોળ
મહુવા વાળા હાલ દહિસર સ્વ.પ્રાણકુંવરબેન તથા સ્વ.બાબુલાલ પોપટલાલ મહેતા શોરના પુત્ર સ્વ.વામનરાયના ધર્મપત્ની ગ.સ્વ.ભાનુમતીબેન (ઉં. વ. 85 ) તે અતુલ, કૌશિક, અનિલ, સ્વ. શીલાબેનના માતુશ્રી. મીના, સંગીતા, માધવી તથા રાજેશકુમારના સાસુ. માધવ, અમી, મંથન, શ્રેયા, સ્વ. જાનવી, યશ, જાનકી તથા કૃપાલીના દાદી. તે પિયરપક્ષે રાજુલાવાળા સ્વ.બાબુભાઈ પ્રાગજીભાઈ પારેખના દીકરી તા.8/7/2024ને સોમવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થના સભા તા.12/7/2024ને શુક્રવાર રાખેલ છે, 4.30 થી 6.30. વર્ધમાન હોલ, એલ.ટી.રોડ, રાધા કૃષ્ણ હોટેલ પાસે, રેલ્વે સ્ટેશન પાસે, બોરીવલી (વેસ્ટ).
કપોળ
ટીંબીવાળા હાલ દહીંસર તે સ્વ.દ્વારકાદાસ મગનલાલ મહેતાના ધર્મપત્ની ગં.સ્વ. મંગળાગૌરી મહેતા (ઉં. વ. 90) મયુરી, ભાવેશ અને હિતેશના માતુશ્રી. હરેશકુમાર કાંતીલાલ મહેતા શોભના અને પ્રિતીના સાસુ. પિયરપક્ષે નાગરદાસ વેલજી ચીતલીયાના દિકરી. સ્વ. મંગળદાસ, સ્વ.ધરમદાસ, સ્વ. જયશ્રીબેન, ગં.સ્વ. કોકિલાબેન મહેતાના ભાભી. દર્પણ, હાર્દિક તથા હેતવી રુષીકુમાર મહેતાના દાદી તા. 10-7-24ના બુધવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રવિવારના તા. 14-7-24, લુહાણા બાલાશ્રમ હોલ, મથુરાદાસ રોડ, અતુલ ટાવરની બાજુમાં, હેમુભગર કોલોની, કાંદિવલી વેસ્ટમાં 5 થી 7.
વિશા લાડ વણિક (સુંદરવાળા)
જ્યોતિ દલાલ, (ઉં. વ. 83, તે સ્વ. લક્ષ્મીદાસ અને સ્વ. નિર્મળા દલાલના પુત્રી. તે સ્વ. ચંદ્રકાન્ત, સ્વ. સર્યુ મહેન્દ્રભાઈ દિવેચા અને દિનેશ દલાલના બહેન તથા સ્વ.મિનાક્ષી ચંદ્રકાંત દલાલ અને સ્વ. રેણુ દિનેશ દલાલના નણંદ. તે યોગિની વિપુલ થાણાવાળા, વિરાજ વિજય પંડિત, ડીંપલ અને રોનકના ફોઈ તા. 9-7-24ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે. નિવાસ સ્થાન- રૂમ નં 19, લલિતા ભુવન, પ્લોટ 7 એ, જવાહરનગર રોડ નં 12, ગોરેગામ વેસ્ટ.
બાલાસીનોર દશાનીમા વણિક
જિતેન્દ્રભાઈ તે ચીમનલાલ છોટાલાલ કડકીયા (ફાંફાં)ના પુત્ર અને ઈલાબેનના પતિ તથા ચીમનલાલ ચુનીલાલ (લાય)ના જમાઈ. તેમજ મેહુલ, હીરલના પિતાશ્રી. પૂર્વી ને અદિતિના સસરા. રોનીત અને નીવના દાદા તા. 11-7-24, ગુરુવારના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તેમ જ સર્વ લૌકિક પ્રથા બંધ છે.
દશા લાડ વૈષ્ણવ વણિક
મૂળ કામરેજના અને હાલ મુંબઈ નિવાસી મુકેશભાઈ જયંતીલાલ પરીખ (ઉં.વ. 72) બુધવાર, તા. 10-7-24ના શ્રીજીચરણ પામ્યા છે. તેઓ ભારતીબેનના પતિ. વિરાજ તથા ગાર્ગીના પિતા. ભાવિન તથા પૂજાના સસરા. કવિશ તથા દિશાંકના નાના. વેદાંતના દાદા. ઠે: 113-115, વી.પી. રોડ, દાણી હાઉસ નં. 1, ત્રીજે માળે, રૂમ નં. 23, મુંબઈ-4. લૌકિક પ્રથા બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button