ટોપ ન્યૂઝનેશનલ

NEET પેપરલીકના માસ્ટર માઇન્ડ રોકીની ધરપકડમાં CBIને મળી સફળતા

નવી દિલ્હી: ભારે વિવાદોની વચ્ચે રહેલી NEETની પરીક્ષાના મામલામાં તપાસ એજન્સીને એક મોટી સફળતા મળી છે. આ કેસના આરોપી રાકેશ રંજન ઉર્ફે રોકીની ધરપકડ બાદ આજે સીબીઆઇ દ્વારા તેને પટણાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે રોકીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપી રોકી મૂળ બિહારના નવાદાનો રહેવાસી છે અને વર્ષોથી રાંચીમાં રહીને રેસ્ટોરન્ટ ચલાવે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર નીટનું પેપર લીક થયા બાદ તેને સોલ્વ કરીને ચિંટૂના મોબાઈલમાં મોકલ્યું હતું.

હાલ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર CBIએ રોકીની ધરપકડ માટે એડવાંન્સ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો. રાકેશ રંજનની તપાસમાં કલકતા અને પટણાની આસપાસના બે સ્થળો પર રેડ પાડવામાં આવી હતી. રાકેશ તેમની પત્નીના મેઈલ એકાઉન્ટથી મેઈલ કરતો હતો. તે IP એડ્રેસને ટ્રેસ કરીને જ CBI તેના સુધી પહોંચી હતી.

આ પણ વાંચો: વિદ્યાર્થીઓએ વધુ રાહ જોવી પડશે, NEET UG મામલે SCમાં સુનાવણી ટળી

આરોપી રોકી સંજીવ મુખિયાનો સગો હોવાનું કહેવાય છે. NEET પેપર લીક કેસમાં તેની મહત્વની ભૂમિકા હોવાની આશંકા છે. રોકીની ધરપકડ પટણાના બહારના વિસ્તારમાંથી કરવામાં આવી છે. વાસ્તવમાં, NEET પેપર લીક કેસની તપાસ કરી રહેલી CBI ટીમે મંગળવારે વધુ બે આરોપી સની અને રંજીતની ધરપકડ કરી છે. પકડાયેલા બે આરોપીઓમાંથી એક ઉમેદવાર છે જ્યારે બીજો અન્ય ઉમેદવારનો પિતા હતો. રણજીતની ધરપકડ ગયાથી અને સન્નીની ધરપકડ નાલંદામાંથી કરવામાં આવી હતી. ગઇકાલ બુધવારે સીબીઆઈએ બંનેને કોર્ટમાં રજૂ કરી 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ બંને આરોપીઓની પૂછપરછ દરમિયાન CBIને રોકીનું લોકેશન મળ્યું હતું.

હાલ આ કેસમાં ચાલી રહેલી તપાસમાં ચિન્ટુ નામનો આરોપી સીબીઆઈ રિમાન્ડ પર હતો અને તેની પૂછપરછ દરમિયાન રોકીના નામનો ખુલાસો થયો હતો. ચિન્ટુના રિમાન્ડની મુદ્દત પૂર્ણ થતાં જ તેને જેલમાં મોકલી દેવાયો છે. સીબીઆઈને આ પેપર હજારીબાગની ઓસેસિસ સ્કૂલમાંથી લીક થયું હોવાની શંકા છે અને પેપર સંજીવ મુખિયા સુધી પહોંચ્યું હતું. બાદમાં સંજીવ મુખિયાએ ચિન્ટુના મોબાઈલ ફોન પર પેપર મોકલી આપ્યું હતું. આ ચિન્ટુ અને રોકીએ એમબીબીએસના વિદ્યાર્થીઓના પેપર સોલ્વ કર્યા હતા. આ પછી, લર્ન પ્લે સ્કૂલ, પટનામાં ચિન્ટુ અને રોકી દ્વારા ઉમેદવારોને પેપર અને જવાબો આપવામાં આવ્યા હતા. તે જ સમયે, ધનબાદથી ધરપકડ કરાયેલા અમન, હજારીબાગની ઓએસિસ સ્કૂલના આચાર્ય એહસાનુલ હક, ભૂતપૂર્વ વાઇસ પ્રિન્સિપાલ ઇમ્તિયાઝ અને પત્રકાર જમાલુદ્દીનના રિમાન્ડ સીબીઆઇની વિશેષ કોર્ટે લંબાવ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button