કચ્છ પોલીસે આ કેસને ઉકેલવા ક્યાંક ધર્યા શિકારી તો ક્યાંક શાકભાજી વેંચનારના વેશ
ભુજ: ગુજરાતમાં પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા બળાત્કારના છ અલગ અલગ કેસોમાં આરોપીની ધરપકડ કરી છે. આ આરોપીઓને પકડવા માટે પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. પોલીસે એક આરોપીને પકડવા માટે 4000 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. એક કેસમાં કાછિયા બનીને શાકભાજી વેંચતા રહ્યા અને આ બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે બીજા કેસમાં પાંચ દિવસ સુધી જંગલના શિકારી બનીને પણ આરોપીઓને પકડવામાં સફળતા મેળવી હતી. કચ્છમાં છેલ્લા ઘણા સમયથી સગીર છોકરીઓના અપહરણ અને બળાત્કારના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિમાં પોલીસેદરેક કેસ માટે અલગ-અલગ ટીમ બનાવીને સ્પેશિયલ ઓપરેશન શરૂ કર્યું હતું. છેલ્લા દોઢ મહિનામાં થયેલ દુષ્કર્મની ઘટનાઓના ભુજ, માંડવી, નખત્રાણા, માધાપરથી પાંચ અને રાજસ્થાનથી એક કેસના આરોપીઓને પોલીસે પકડ્યા છે.
આ પણ વાંચો: ઉડતા ગુજરાત – કચ્છના જખૌ પાસેથી મરીન પોલીસને ચરસના બિનવારસુ ૯ પેકેટ મળ્યા
પોલીસે કાપ્યું 4000 કિમીનું અંતર:
સુખપર ગામનો રહેવાસી સલીમ અબ્દુલ જુનેજા નામનો આરોપી યુવતીને લાલચ આપીને ભુજથી બે હજાર કિલોમીટર દૂર ચંપારણમાં લઈ ગયો હતો. 23 જૂનના રોજ સગીર યુવતીના અપહરણ અને બળાત્કારની ફરિયાદ નોંધવામાં આવી હતી અને ફરિયાદ નોંધાયાના 11 દિવસ બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તરત જ એક ટીમ બનાવી તપાસ શરૂ કરી અને જાણવા મળ્યું કે તે પહેલા મુંબઈ, પછી અજમેર અને ત્યાંથી બિહાર ગયો હતો. આ બાદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને માનવ સંસાધનોનો ઉપયોગ કરી તેને ટ્રેક કર્યો હતો. આ બાદ પોલીસ શાકભાજીની દુકાનમાં કામ કર્યું, મોબાઈલ શોપમાં પણ કામ કર્યું અને સ્થાનિક પોલીસની મદદથી ધરપકડ કરી હતી. આ માટે પોલીસે 4000 કિમીનું અંતર કાપીને સગીર યુવતીને સુરક્ષિત રીતે તેના પરિવારને પરત પહોંચાડી હતી.
બીજો કેસ:
19 મેના રોજ માંડવી પોલીસ સ્ટેશનમાં બાગ ગામના રજક સિધિક સુમર નામના વ્યક્તિ સામે કેસ નોંધાયો હતો. આરોપીએ સગીર યુવતીને લાલચ આપી તેનું અપહરણ કર્યું હતું અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે તપાસ કરીને પીડિતાને બોલાવી આરોપીની ધરપકડ કરી હતી.
પોલીસ શિકારી બની:
માધાપર પોલીસ સ્ટેશનમાં 23 જૂને કેસ નોંધવામાં આવ્યો હતો કે ભાખરિયા ગામના ઉસ્માન ગની સુલેમાન અભડાએ સગીરનું અપહરણ કરીને તેના પર બળાત્કાર કર્યો હતો. આ ગુનામાં આરોપીને પકડવા પોલીસે શિકારીઓના વેશમાં પાંચ દિવસ સુધી જુરા ગામના જંગલમાં તપાસ કરી સગીરને છોડાવીને આરોપી ઓસમાણની ધરપકડ કરી હતી.
નખત્રાણા તાલુકાના ઘડાણી ગામના અનવર મામદ નેતિયાર અને નાના વાલકા ગામના મહેન્દ્ર વિશ્રામ સીજુ નામના બે આરોપીઓએ એક મહિલાને લાલચ આપીને ભગાડી હતી. પોલીસે તપાસ કરી મહિલાને છોડાવીને આરોપીની ધરપકડ કરી હતી. 3 જુલાઈના રોજ મહિલાએ નખત્રાણા પોલીસમાં બળાત્કાર અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં આરોપી અનવર મામદ નોતિયાર અને વાલકા નાના ગામના મહેન્દ્ર વિશ્રામ સીજુની ભુજમાંથી ધરપકડ કરવામાં આવી હતી.