મેટિની

વિચાર તો કૃષ્ણ જેવા રાખવા કેમ કે યુદ્ધ તો દરેક પગલે લડવા પડશે!

સાત્વિકમ્ શિવમ્ – અઅરવિંદ વેકરિયા

કિશોર કુમાર પુરાણ અભય શાહે પૂં કર્યું. ફરી એ જ, અમે રિહર્સલમાં પહોંચ્યાં. કોલગર્લનું કઈ ગોઠવાતું નહોતું એનો મીઠો ગુસ્સો અને મૂળ તો નલીન દવે ચિંતાનો વિષય હતો. કોલગર્લનો એક જ સીન હતો અને એ નલીન દવે સાથે હતો જે મુંબઈનાં શો માં હું કરતો હતો. અમે પહોંચ્યાં ત્યારે લગભગ બધાં હાજર હતાં. સવાલ એક જ હતો કે કોલગર્લનું શું?’ આવો શૂન્યાવકાશ મેં આટલાં નાટકો કર્યાં પણ ક્યારેય બન્યું નહોતું..

આવી વિટંબણા વચ્ચે અહમનાં ટકરાવ સાથે ગુસ્સો પણ વધતો. નાટકોનું આ જીવન થોડું વિચિત્ર તો રહ્યું જ છે. આવું ઘણાં નિર્માતા-દિગ્દર્શકે અનુભવ્યું પણ હશે. બાકી, મીઠું સ્મિત, તીખો ગુસ્સો અને થોડા ખારા આંસુ.. આ ત્રણેયથી બનતી જિંદગી જે નાટકનાં જીવનમાં પણ બરાબર ફીટ બેસે છે. રિહર્સલ તો શરૂ કર્યા. હવે તો બધા સંવાદો બોલવામાં લોઠકાં થઈ ગયાં હતાં. વાત ત્યાં જ અટકતી હતી જયારે કોલગર્લનો સીન આવતો. તૃપ્તિ ભટ્ટ મદદ તો કરતી એક ડમી’ તરીકે, પણ એના પત્ની તરીકેના રોલ માટે એને ચિંતા રહે એ સહજ હતું. મહેશ વૈદ્ય મને કહે, `દાદુ, હવે કઈક જલ્દી કરવું તો પડશે’

હું સમજતો હતો પણ પહેલીવાર લાચાર હતો. મને મનમાં થતું હતું કે મુંબઈ પહોંચીને નિકાલ લાવવો જ પડશે. થોડી લડત છે, લડી લેવી પડશે. હૃદય તો રામ જેવું પવિત્ર રાખવું પણ વિચારો તો કૃષ્ણ જેવા જ રાખવા કેમ કે યુદ્ધ દરેક પગલે રહેવાનું જ ! મેં મહેશ વૈદ્યને હૈયાધારણ આપી.નક્કી કરી લીધું કે મુંબઈ જઈ પહેલું અને મુખ્ય કામ કોલગર્લ ને શોધવાનું છે. હા, નાટકની દુનિયામાં વાત કહેવા નથી જવી પડતી, એક યા બીજા કારણે એ ખબર લોકોને પડી જતી હોય છે. હું મારી વાતમાં ક્લિયર હતો. બાકી જિંદગી એની જ મસ્ત છે જે સ્વયંનાં કામમાં વ્યસ્ત છે અને પરેશાન એ લોકો જ છે જે બીજાની ખુશીઓથી ત્રસ્ત હોય છે. હું મારા કામમાં વ્યસ્ત રહી આગળ વધતો હતો લોકોની મને પડી નહોતી. કહેવાતા હિતેચ્છુઓ ત્રસ્ત પણ થાય તો એ મારે વિચારવાનું નહોતું. મેં જે થોડાં વર્ષો રંગભૂમિમાં કાઢ્યાં છે, મને લોકોમાં હિપોક્રસી’ વધારે દેખાઈ છે. પેલી કહેવત છે ને કે `ચોરને કહે ચોરી કર, અને શેઠને કહે જાગતો રહે’ કહે છે કે રંગથી ફક્ત કપડાં બગડે છે પણ વ્યક્તિ જો રંગ બદલે તો ભરોસો અને લાગણી, બંને બગડે છે. આવી અનુભૂતિ મને ઘણીવાર થઈ છે. એ પ્રત્યે હવે મેં આંખ આડાં કાન કરવાની ટેવ પાડી દીધી છે. ઠીક છે, સાથ અને હાથ ખભા પર કદી બોજ નથી બનતાં, પણ એવાં માણસો જિંદગીમાં રોજ નથી મળતાં. મારાં માટે એવું જ હતું.

ખેર! રિહર્સલ સાંજ સુધી કર્યા. સંગીત તો એ જ હતું જે મુંબઈમાં વગાડતાં. આજે એ મ્યુઝિક સાથે જ રિહર્સલ કર્યા. અંકિત પટેલે પણ કયુ શીટ’ બનાવી લીધી.માત્ર કોલગર્લનાં સીનનું મ્યુઝિક સ્કીપ કરી આગળ વધતાં રહ્યાં. મહેશ વૈદ્ય થોડાં મુંઝાયેલા તો હતાં, સ્ટેન્ડ-અપ' કોમેડી કરવી અને દિગ્દર્શનનો દોર સંભાળવો એ બંનેમાં ફરક તો હતો જ! મેં મહેશને ધરપત આપી કે મુંબઈ જઈ પહેલું કામ માં આ ખૂટતું પાત્ર શોધવાનું જ રહેશે. એ સિવાયનું કામ પરફેક્ટ કરી દેજો. અને એ ઇઝી પણ લાગશે, અસંભવ એ જ છે જેની આપણે શરૂઆત નથી કરી,બસ! બધું સંભવ બનાવો.. ડાયલોગ્સ, એક્શન- રિએક્શન બાબત નાટકફીટ’ કરી નાંખો. માત્ર ખૂટતું પાત્ર નાટકમાં સેટ' કરવા સિવાય કશું બાકી ન રહે. મહેશ વૈદ્યે પણ સામે મને ચિંતા ન કરવા કહ્યું. પછી મેં હસતા-હસતા ઉમેર્યું કેનાસ્તા-પાણીની કોઈ બંધી નથી પણ કામ પહેલાં અને ખાવાનું પછી રાખજો. જિંદગીભર જો સાજા રહેવું હોય તો હંમેશા સ્વાદ અને સંવાદ પર સંયમ રાખવો, નાટકના સંવાદો તો બરાબર કરવા..તો જ કામ સરળ અને સાં બનશે અને ટીમ-વર્ક જળવાશે.’

બધાએ આ વાત પર થોડો મલકાટ કર્યો. બધું વ્યવસ્થિત તો થઇ ગયું હવે મુંબઈ જઈ કોલગર્લનું પાત્ર તરત પોસ્ટ કરી દેવાનું. રિહર્સલ પૂરા કર્યા હવે માત્ર અઠવાડિયું તો કાઢવાનું હતું. મેં મહેશ વૈદ્યને કહ્યું, બસ, અબ તુમ્હારે હવાલે વતન સાથીયો. આપણો સંબંધ તો સારો જ છે અને મારો વિશ્વાસ પણ છે કે તમે બધું સારી રીતે હેન્ડલ કરી લેશો, મને ખાતરી છે, સંબંધોનાં પારખાં પાનખરમાં જ થાય બાકી વરસાદમાં તો દરેક પાન લીલું જ લાગે ને !’ હું અને તુષારભાઈ નીકળ્યા. સાથે અભયભાઈ પણ.. કાલુપુર સ્ટેશને પહોંચ્યા ત્યારે અભયભાઈએ વિસ્ફોટ કર્યો કે પહેલો શો રાજકોટ, ત્યાંથી શુભારંભ કરીશું. જો બે દિવસમાં કોલગર્લનું પાત્ર મળી ગયું તો આવતાં અઠવાડિયે.મેં કહ્યું, બહુ ચાલ્યું.. હવે તો રિલીઝ કરી જ દઈએ.’ એ વખતે હેમુ ગઢવી હોલ બન્યો નહોતો. ત્યાં બધા નાટકો લેડીઝ ક્લબ-ઓપન એયરમાં ભજવાતાં.

હવે મુંબઈ જઈ ભટ્ટ સાહેબને મળી ખૂટતા પાત્રની વાત કરવાની અને પછી મારે પણ મારાં ચક્રો એ પાત્ર માટે ગતિમાન કરવાનાં હતાં. માન્યું કે વખત સતાવી રહ્યો છે, પણ સાથે જીવતા પણ શીખવાડી રહ્યો છે. હવે લક્ષ છે કોલગર્લ.


શબ્દની સાધનામાં જિંદગી ઓછી પડે, હોય એ તો નાની-મોટી ભૂલ કરી આવીએ.
હસ્તરેખાઓ સુકાઈ જાય એ સારું નહિ, કોકના આંસુ લુંછી એને પલાળી આવીએ.


ડબલ રિચાજ:
તિ: `તુ રાજ મારા મા-બાા વીક-ાઈટ બતાવ છ, ત કાક’દી તારા બા-બુાા વીક-ાઈટ તા ગણાવ….
ની: જમાઈ ારખવામા અ કાચા ડા…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button