મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

Anant Ambaniના લગ્નમાં Mukesh Amabaniએ કર્યો આટલો ખર્ચો, આંકડો જાણીને…

આવતીકાલે એટલે કે 12મી જુલાઈના રોજ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન (Anant Ambani-Radhika Merchant Wedding) થવા જઈ રહ્યા છે. આ ગ્રાન્ડ વેડિંગ બીકેસી ખાતે આવેલા જિયો વર્લ્ડ સેન્ટર શુક્રવારે યોજાશે. પરંતુ આ બધા વચ્ચે ચર્ચા એ વાતની થઈ રહી છે આખરે અંબાણી પરિવારે આ ગ્રાન્ડ વેડિંગ માટે કેટલો ખર્ચ કર્યો છે? રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે અંબાણી પરિવારે હજારો રૂપિયાનો ધુમાડો કર્યો છે. ચાલો આ વિશે જાણીએ વિસ્તારથી-
મીડિયા રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા અનુસાર આ રોયલ વેડિંગનો ખર્ચ 320 મિલિયન ડોલર એટલે કે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. 320 મિલિયન ડોલરને રૂપિયામાં કન્વર્ટ કરીએ તો આ લગ્ન પાછળ આશરે 2700 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જોકે, આ પહેલાં વખત નથી કે અંબાણી પરિવારે લગ્ન પ્રસંગમાં આટલા મોટા પ્રમાણમાં ખર્ચ કર્યો હોય. આ પહેલાં 2018માં અબજોપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani)એ દીકરી ઈશા અંબાણીના લગ્ન (Isha Ambani Wedding)માં 700 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

હવે વાત કરીએ આવતીકાલે યોજાનારા આ લગ્ન સમારંભ વિશે તો લગ્નના એક દિવસ પહેલાં તમામ મહત્ત્વના કાર્યક્રમોનું આખું ટાઈમટેબલ સામે આવ્યું છે. આ ટાઈમટેબલમાં તમે સાફા બાંધવાથી લઈને જાન પ્રસ્થાન, સામૈયું, વરમાળા સહિતના કાર્યક્રમોની માહિતી આપવામાં આવી છે. દરમિયાન આ લગ્નને લઈને બીકેસીની અનેક ઓફિસમાં કામ કરી રહેલાં કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની જાહેરાત કરવામાં આવી છે. ચાલો જાણીએ શું છે આખો કાર્યક્રમ-

આ પણ વાંચો : Anant Ambani-Radhika Merchantના લગ્નમાં હાજરી આપશે આ મહાનુભાવો…

મળી રહેલી માહિતી પ્રમાણે આવતીકાલે બીકેસીના જિયો વર્લ્ડ સેન્ટરમાં સાત ફેરા લેશે અને બપોરે 3 વાગ્યે જાન પ્રસ્થાન કરશે અને સાફા બાંધવાની વિધિ કરવામાં આવશે. રાતે 8 વાગ્યે સામૈયું અને વરમાળાની રસન કરવામાં આવશે અને લગ્નની વિધિ રાતે 9.30 કલાકે કરવામાં આવશે. વાત કરીએ ડ્રેસ કોડની તો લગ્ન માટે મહેમાનો માટે ટ્રેડિશનલ ડ્રેસકોડ રાખવામાં આવ્યો છે. 13મી અને 14મી જુલાઈના બે દિવસ અલગ અલગ લોકો માટે રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું જેમાં રાજકારણ, બિઝનેસ, સ્પોર્ટ્સ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો હાજરી આપશે.

15મી જુલાઈ સુધી બીકેસી ખાતે આવેલી વિવિધ ઓફિસમાં કામ કરનારા કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપવામાં આવ્યું છે. આ ગ્રાન્ડ વેડિંગ અને રિસેપ્શનને કારણે અનેક રોડ પર ડાઈવર્ઝન આપવામાં આવ્યા છે અને એની સાથે સાથે જ આ એરિયામાં થનારી વીઆઈપી મુવમેન્ટને ધ્યાનમાં લઈને સામાન્ય વાહનોની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સિવાય બીકેસી ખાતે આવેલી મોટા ભાગની ફાઈવસ્ટાર હોટેલ્સ ફૂલ્લી બૂક્ડ છે, કારણ કે આ લગ્નમાં વિદેશી મહેમાનો પણ હાજરી આપશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button