નેશનલ

Mount Everest પર પહોંચીને Mountaineer કર્યું કંઈક એવું કે જોઈને માથું….

લોકલ ટ્રેન, મેટ્રો ટ્રેન કે બસમાં સીટ કે ધક્કો લાગતા ઝઘડા થવા એ સામાન્ય બાબત છે, પણ શું તમે ક્યારેય વિચાર્યું છે ખરું દુનિયાના સૌથી ઊંચા શિખર તરીકે ઓળખાતા માઉન્ટ એવરેસ્ટ પર પણ પર્વતારોહીઓ વચ્ચે સેલ્ફી લેવા મુદ્દે ઝઘડો (Mountaineer Fight Over Selfie At Highest Mountain Mount Everest) થાય તો? જે આપણે વિચાર્યું પણ નથી કે વિચારી પણ નથી શકતાં એવું હકીકતમાં બન્યું છે. ચાલો જાણીએ શું છે આખો મામલો-

મળી રહેલી માહિતી પ્રમાણે ગયા મહિનાના અંતમાં જ આવું બન્યું હતું. માઉન્ટ એવરેસ્ટ પર આવેલા સેલ્ફી પોઈન્ટ પર સેલ્ફી લેવા માટે પડાપડી થઈ હતી. 29030 ફૂટની ઉંચાઈ પર આવેલા એક વ્યુ પોઈન્ટ પર બે ગ્રુપ વચ્ચે થયેલાં ઝઘડાએ એ વાત સાબિત કરી દીધું છે કે લોકો ક્યારેય નહીં સુધરે અને તેઓ દુનિયાના ઊંચા શિખર પર પણ શાંતિ જાળવી શકતા નથી.

આ પણ વાંચો: માઉન્ટ એવરેસ્ટ પર આરોહણ કરનાર પ્રથમ મહિલા બચેન્દ્રી પાલ

એક અંગ્રેજી અખબારમાં છપાયેલા અહેવાલ અનુસાર મૂળ આ ઘટના ૨૫મી જૂનના બની હતી. ચીનના તિબેટ ઓટોનૉમસ રિજનમાં આવેલાં ૮૮૪૮ વ્યૂઇંગ પ્લેટફોર્મ પર પર્યટકોના બે જૂથ વચ્ચે એક જ સમયે એક જ સ્પોટ પર સેલ્ફી લેવા મુદ્દે ઝઘડો થયો હતો અને એટલું જ નહીં પણ વાત એટલી આગળ વધી ગઈ કે આ બંને ગ્રુપ વચ્ચે મારામારી થઈ ગઈ હતી. જ્યારે વાત વણસતી દેખાઈ તો એક મહિલાએ મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો. આ મામલે એવરેસ્ટ બોર્ડર પોલીસ કેમ્પના અધિકારીઓએ દખલગિરી કરીને સમસ્યાનું નિરાકરણ લાવ્યો હતો.

આ પણ વાંચો: મજબૂત મનની માયરા ૮ વર્ષની ઉંમરે માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરનાર સૌથી નાની મુંબઈકર

પોલીસ દ્વારા આ કેસમાં 4 લોકોની ધરપકડ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે. મળી રહેલી માહિતી અનુસાર ચીન દ્વારા માઉન્ટ એવરેસ્ટનો તિબેટ તરફનો હિસ્સો માઉન્ટેનિયર્સ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, જે કોરોનાકાળથી બંધ હતો. અત્રે ઉલ્લેખનીય છે કે માઉન્ટ એવરેસ્ટ પર છેલ્લાં કેટલાય સમયથી પર્વતારોહીની ભીડ વધી રહી છે અને આ ભીડના વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં હોય છે. પરંતુ અત્યાર સુધી આ વીડિયો એકબીજાને મદદ કરવાના કે સપોર્ટ કરવાના હતા હવે આટલા ઊંચા શિખર પર સેલ્ફી માટે ઝઘડો અને મારપીટ થાય એ ચોંકાવનારી ઘટના છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button