ગ્રહોના રાજકુમાર બુધ કરશે ગોચર, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…

જ્યોતિષશાસ્ત્રમાં જણાવવામાં આવ્યા અનુસાર ગ્રહોના રાજકુમાર બુધને સફળતા, સંતુષ્ટિ, સારા સ્વાસ્થ્ય, અને બુદ્ધિમત્તાનું પ્રતિક માનવામાં આવે છે અને સમય સમય પર તે અલગ અલગ રાશિમાં ગોચર કરે છે. બુધના ગોચરની અસર 12-12 રાશિના જાતકો પર જોવા મળે છે. ઘણી વખત બુધના ગોચરને કારણે કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકે છે, તો કેટલીક રાશિઓને નુકસાન પણ ઉઠાવવાનો વારો આવે છે. આઠ દિવસ બાદ એટલે કે 19મી જુલાઈના રોજ ગ્રહોના રાજકુમાર બુધ સિંહ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. બુધના સિંહ રાશિમાં થઈ રહેલાં આ ગોચરને કારણે ચાર રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થવા જઈ રહ્યા છે. નોકરી-ધંધામાં પ્રગતિ થઈ શકે છે, સારા સમાચાર સાંભળવા મળી શકે છે. ચાલો, સમય વેડફ્યા વિના જાણીએ કે કઈ છે આ રાશિઓ-

મેષ રાશિના જાતકો માટે સિંહ રાશિમાં થઈ રહેલું બુધનું ગોચર લાભદાયી સાબિત થઈ રહ્યો છે. આ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય સારું રહેશે અને ઊર્જાથી ભરપૂર રહેશો. જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો અને આનંદની ક્ષણો માણશો. નોકરીમાં પ્રમોશન વગેરે થઈ શકે છે. જીવનમાં સુખ-શાંતિનો અહેસાસ થશે.

મિથુન રાશિના જાતકો માટે બુધનું આ ગોચર શુકનિયાળ નિવડશે. નોકરી બદલવાનું વિચારી રહેલા લોકોનો સારો સમય શરૂ થઈ રહ્યો છે. પ્રમોશન કે ટ્રાન્સફર મળી શકે છે. કરિયરમાં તમે અલગ અલગ જગ્યાએ પ્રવાસ કરવો પડી શકે છે. પરિવારમાં એકતા રહેશે. તમે તમારા વિનમ્ર અને મૃદુ વહેવારથી લોકોનું દિલ જિતવામાં સફળ થશો.

બુધનું સિંહ રાશિમાં થઈ રહેલા ગોચરને કારણે તુલા રાશિના જાતકોના માન-સન્માનમાં વૃદ્ધિ થઈ રહી છે. જૂના રોકાણથી લાભ થઈ રહ્યો છે. ધનલાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. પ્રોપર્ટી કે વાહન ખરીદવાનું તમારું સપનું સાકાર થઈ રહ્યું છે. ખર્ચની સરખામણીએ તમારી આવકમાં પણ વધારો જોવા મળશે. પરિવાર સાથે કોઈ જગ્યાએ ફરવા જવાનો પ્લાન બનાવશો.