બેરોજગારી કહો કે ખુમારીઃ યુપીથી આવેલા આ યુવાનો આ રીતે કરે છે કમાણી
ભુજઃ હાઈ-લાઈફના આ જમાનામાં પણ રોડ સાઈડ ખરીદીનો ક્રેઝ હજુ ઘટ્યો નથી. તવંગરો ભલે મોટા મોટા ફર્નીચર મોલ કે ઓનલાઈન શોપિંગ કરતા હોય તો પણ સોઈથી માંડીના સાંબેલા સુધીની ચીજ વસ્તુઓ શેરીઓમાં કે ઘર આંગણે ખરીદનારા લોકોનો વર્ગ પણ છે જ.
જોકે ગલીએ ગલીએ જઈને વસ્તુઓ વેચવી સહેલી નથી. તેમાં પણ તમે જ્યારે લાકડાંના ટેબલ જેવી ભારી ભરખમ વસ્તુઓનો વેપાર કરતા હો. છેક ઉત્તર પ્રદેશથી કચ્છ આવી પહોચેલા પાંચ-દસ યુવકો ભુજ, અંજાર, ગાંધીધામ જેવાં શહેરોમાં ગલીએ ગલીએ ફરી ફરીને લાકડાના સ્ટુલ વહેંચી રહ્યા છે. એક સ્ટુલ રૂપિયા ૯૫૦થી ૧૫૦૦ વચ્ચે વહેંચાય છે. વલસાડના કાચા લાકડામાંથી બનેલા આ સ્ટુલ તેઓ જથાબંધ ભાવમાં વડોદરાથી ખરીદે છે અને સાઇકલ પર બાખૂબી સર્કસની અદાથી ગોઠવીને વહેલી સવારમાં જ આવા સ્ટૂલ વેંચવા નીકળી પડે છે.
આ પણ વાંચો : ગુજરાતમાં 24 કલાકમાં 6 લોકોએ આત્મહત્યા કરી હતી, તંત્ર અને સમાજ માટે ચિંતાનો વિષય
ઉત્તર પ્રદેશના રામચરણ ભારદ્વાજના જણાવ્યા પ્રમાણે કચ્છના ગામે ગામ ખુબ સારો સહકાર મળે છે અને હાલ અહીં આવેલા યુવકો કચ્છમાં જ સ્થાયી થવાનું વિચારી રહ્યા છે.
નોકરી નથી મળતી તો શું? એવી ખુમારી દર્શાવી આ લોકોએ મન હોય તો માળવે જવાય વાળી કહેવત સિદ્ધ કરી બતાવી છે. ગુજરાતમાં દેશના દરેક છેડેથી આવેલા મજૂરો, કારીગરો આવે છે, કમાણી કરે છે અને અહીં વસી પણ જાય છે. પણ ઘણીવાર તેમનો પરિવાર દૂર રહે છે. તેઓ અહીં પાયાની જરૂરિયાતોથી પણ વંચિત રહે છે. દરેક રાજ્યએ આવા સ્થળાંતર કરતા લોકોના હીતોનું રક્ષણ કરવું જોઈએ.