જયેશ રાદડિયા vs નરેશ પટેલ : નરેશ પટેલે કહ્યું ‘ઘરની વાત ઘરમાં ન રહી તેનું મને દુ:ખ છે’
રાજકોટ: સૌરાષ્ટ્રના લેઉવા પટેલના આસ્થાનું કેન્દ્ર ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને લેઉવા પટેલના દિગ્ગજ નેતા ગણાતા જયેશ રાદડિયા વચ્ચે કોલ્ડ વોર ચાલતું હોવાના સૂર રેલાયા છે. આ બાદ ચૂંટણીમાં ઊભા થયેલઆ આંતરિક મતભેદો બાદ આ વિવાદ વધુ વકર્યો છે. બંને પક્ષ તરફથી નામ લીધા વગર વાકબાણ પણ થાય હતા. ઈફકોની ચૂંટણી બાદ આ વિવાદની બળતી આગમાં વધુ ઘી હોમાયું હતું. જયેશ રાદડિયા વિરુદ્ધ મતદાન કરવાઆની અપીલ કરતી ખોડલધામની પત્રિકા પણ વાયરલ થઈ હતી.
હાલ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે ચાલી રહેલા કોલ્ડ વોરને લઈને ભારે ચર્ચાઓ જાગી છે. જયેશ રાદડિયા ઈફકોના ચેરમેન છે, સાથે જ રાજકોટના ઘણા તાલુકાઓમ ટેના જૂથનો દબદબો રહેલો છે. જો કે હવે જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે મતભેદો બાદ બદલાની રાજનીતિ રમાઈ રહી હોવાની ચર્ચાઓ જાગી છે. નરેશ પટેલના નજીકન ગણાતા દિનેશ કુંભાણીના ફર્ટિલાઈઝરની સપ્લાય બંધ કરાવી દીધી છે. જયેશ રાદડીયા જૂથનો રાજકોટ અને મોરબી જિલ્લાની સહકારી મંડળીઓમાં દબદબો હોવાથી નર્મદા બાયોટેક ફર્ટીલાઇઝરની સપ્લાય બંધ કરી દેવામાં આવતા મોટો ફટકો પડ્યો છે.
આ દરમિયાન ખોડલધામના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ પર બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અહી તેમણે ચાલી રહેલા શીતયુદ્ધ મામલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ મુદ્દો સવા મહિના પહેલાની છે અને જેનાથી રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થાય એવું મને લાગે છે. કોઈ પણ બાબતમાં ખોડલધામનું નામ પાછળ મૂકી દેવું યોગ્ય નથી. સાચી વાત સમાજના લોકોએ સમાજનું કામ કરવું જોઈએ. જો રાજકીય રીતે એક્ટિવ ન રહીએ તો સમાજનાં કામ ન થાય.
નરેશ પટેલે જયેશ રાદડિયા વિશે શું કહ્યું ?
જયેશ રાદડિયા અને નરેશ પટેલના ચાલી રહેલા કોલ્ડ વોરને લઈને સ્પષ્ટતા કરતાં નરેશ પટેલે કહ્યું હતું કે ખોડલધામ તરફથી કોઈ રાગ દ્વેશ રાખવામાં નથી આવતો, જેની હું ખાતરી આપું છું, જયેશ રાદડિયા પાટીદાર સમાજના યુવા નેતા તેને જ્યારે જરૂર પડે છે ત્યારે તેમની સાથે ઉભા છે. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે કહ્યું કે, સરદાર પટેલ રાષ્ટ્રને કહી ગયા કે ઘરની વાત ઘરમાં જ રાખવી, પણ અમે જ ન રાખી શક્યા તેનું મને દુ:ખ છે. જયેશ રાદડિયા સાથે હંમેશા ખોડલધામ અને નરેશ પટેલ ઉભા રહેશે. અમે દરેક સમાજ સાથે ઉભા છીએ તો ઘરમાં તો સમાધાનની નીતિ છે. જયેશ રાદડિયા સામે મને કોઈ વાંધો નથી. જયેશ રાદડિયાને જ્યારે જરૂર પડશે ત્યારે ખોડલધામ તેની સાથે ઉભું રહેશે.
જયેશ રાદડિયાએ શું નિવેદન આપ્યું હતું ?
ઈફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયા ચૂંટાઈ આવ્યા બાદ જયેશ રાદડિયાએ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે કોઈ સામાજિક સંસ્થાઓએ સહકારી ક્ષેત્રમાં ન આવવું જોઈએ. રાજકારણમાં સામાજિક સંસ્થાઓએ ન ઝંપલાવવુ જોઈએ. સામાજિક સંસ્થાઓના વડાને કહેવા માગું છું કે, સમાજમાં રાજકારણ કરવાને બદલે જો રાજકારણ કરવું જ હોય તો રાજનીતિમાં આવી જવું જોઈએ. આ બાદ બંને શીતયુદ્ધની ચર્ચાઓ જાગી છે.