Anant Ambani-Radhika Merchantના ફંક્શનમાં ખુદ દુલ્હન બનીને પહોંચી આ એક્ટ્રેસ અને…
અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ (Anant Ambani-Radhika Merchant) ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાઈ જશે અને હાલમાં કપલના પ્રિ-વેડિંગ ફંક્શનમાં અંબાણી પરિવાર (Ambani Family) અને બોલીવૂડના સેલેબ્સ (Bollywood Celebs) ધૂમ મચાવી રહ્યા છે. આજ ફંક્શનમાં બોલીવૂડની એક હસીના દુલ્હન બનીને પહોંચી ગઈ હતી અને લાઈમલાઈટ ચોરી લીધી હતી, ચાલો જોઈએ કોણ છે આ એક્ટ્રેસ…
બી-ટાઉનની હસીનાઓ અંબાણી પરિવારના દરેક ફંક્શનમાં પોતાની સુંદરતા અને કમાલની ફેશનસેન્સથી જલવો બિખેરતી જોવા મળી હતી અને હાલમાં જ યોજાયેલી સ્પેશિયલ પૂજામાં બોલીવૂડની ધડક ગર્લ જ્હાન્વી કપૂર (Bollywood Actress Janhvi Kapoor) ખુદ જ દુલ્હન બનીને પહોંચીને લાઈમલાઈટ લૂંટી લીધી હતી. જ્હાન્વી કપૂરનો એથનિક અવતાર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ ઈવેન્ટમાં જ્હાન્વી રૂમર્ડ બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે પહોંચી હતી.
અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ માટે રાખવામાં આવેલી શિવ-શક્તિ પૂજા માટે જ્હાન્વી કપૂર ફેમસ ફેશન ડિઝાઈનર અનામિકા ખન્નાના કલેક્શનમાંથી ખૂબ જ સુંદર લહેંગો પહેર્યો હતો. તેમને સ્ટાઈલ કરવાનું કામ એમિ પટેલે કર્યું હતું. બ્લ્યુ દુપટ્ટા સાથે મલ્ટિકલર આઉટફિટમાં પહોંચી હતી અને લોકોને જ્હાન્વી કપૂરનો એથનિક અટાયર ખૂબ જ સુંદર લાગી રહી છે.
એ લાઈન સ્કર્ટમાં મલ્ટિકલર જોવા મળી રહ્યા છે અને એમાં રેડ, બ્લ્યુ, ગ્રીન, ઓરેન્જ, યેલો, પિંકની સાથે ક્રીમ કલર જોવા મળી રહ્યો છે. અલગ અલગ રંગના દોરાથી વર્ક કરીને ફૂલ, પાંદડા અને મોટા મોટા કેરીની ડિઝાઈન બનાવવામાં આવી છે.
જ્હાન્વી કપૂરે આઉટફિટની શાઈન વધારવા માટે સ્પેશિયલ જ્વેલરી પહેરી હતી. બ્લ્યુ સ્ટોન લગાવવામાં આવેલા ગોલ્ડન ચોકરની સાથે મેચિંગ ઈયરરિંગ પણ પહેર્યા હતા. એટલું જ નહીં ગોલ્ડન કમરબંધ, બેંગલ અને રિંગથી પોતાના લૂકને કમ્પલિટ કર્યું હતું. માથા પર બિંદી અને વાળમાં રંગબેરંગી ફૂલોનો ગજરો લગાવીને પહોંચેસી હસીનાએ ફેન્સને પોતાની દિવંગત માતા અને બોલીવૂડ એક્ટ્રેસ શ્રીદેવી (Bollywood Actress Shridevi)ની યાદ અપાવી હતી.