T20 World Cup 2024સ્પોર્ટસ

આ પાકિસ્તાની સ્ટાર ક્રિકેટરે કોચ સાથે ગેરવર્તણૂક કરી, કોચે કહ્યું આવી ટીમ ક્યારેય નથી જોઈ

લાહોર: પાકિસ્તાની ક્રિકેટ ટીમ (Pakistan Cricket team)છેલ્લા ઘણા સમયથી અંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નબળંજ પ્રદર્શન કરી રહી છે, ઉપરાંત કોઈને કોઈ વિવાદમાં ઘેરાયેલી રહે છે, એવામાં પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી(Shaheen Afridi) એ વધુ એક વિવાદ સર્જ્યો છે. શાહીન શાહ આફ્રિદી પર કોચિંગ સ્ટાફ સાથે ગેરવર્તન કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે.

પાકિસ્તાનની એક ન્યૂઝ ચેનલના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે શાહીન શાહ આફ્રિદીએ ગયા મહિને યોજાયેલા ટી20 વર્લ્ડ કપ 2024 દરમિયાન આ શરમજન વર્તન કર્યું હતું. કોચ ગેરી કર્સ્ટન અને અઝહર મહેમૂદે આ અંગે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને ફરિયાદ કરી છે.

કોચિંગ સ્ટાફે એવો દાવો કર્યો છે કે ટીમના સિનિયર મેનેજર વહાબ રિયાઝ અને મેનેજર મન્સૂર રાણાને ફરિયાદ કરવા છતાં બંનેએ આ મામલે કંઈ ન કહ્યું. હવે આ ખુલાસા બાદ પાકિસ્તાન ટીમ શરમજનક સ્થિતિમાં મુકાઈ છે. PCBએ વહાબ અને મન્સૂરને હાંકી કાઢ્યા છે.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે શાહીને T20 વર્લ્ડ કપ 2024 દરમિયાન કોચ ગેરી કર્સ્ટન અને સહાયક કોચ અઝહર મહમૂદ સાથે ગેરવર્તન કર્યું હતું. ગેરી અને અઝહરે પીસીબીને કરેલી તેમની ફરિયાદમાં ખેલાડીઓ એકબીજા સામે લોબિંગ કરવાની વાત પણ કરી છે.

ગયા વર્ષે ભારતમાં યોજાયેલા ODI વર્લ્ડ કપ બાદથી પાકિસ્તાન ટીમનું પ્રદર્શન શરમજનક રહ્યું છે. પાકિસ્તાનની ટીમ પણ ODI વર્લ્ડ કપમાં ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી, આ પછી PCBએ શાહીનને T20 ટીમનો કેપ્ટન બનાવ્યો હતો. આમ છતાં ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું.

ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન પણ શાહીનની કેપ્ટનશીપમાં પાકિસ્તાનની ટીમ ખરાબ રીતે હારી. આવી સ્થિતિમાં PCBએ ફરી પગલા ભારત શાહીન પાસેથી કેપ્ટનશીપ છીનવી લીધી અને ફરી બાબર આઝમને ટીમની કમાન સોંપી. પાકિસ્તાનની ટીમ T20 વર્લ્ડ કપ 2024ના ગ્રુપ સ્ટેજમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી.

રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કેપ્ટનશીપ છીનવાઈ જવાથી શાહીન PCBથી ખૂબ નારાજ છે. જેના કારણે ખેલાડીઓ વચ્ચે વિવાદ થયો હતો. ગેરી કર્સ્ટન પાકિસ્તાનની ટીમમાં વિભાજન અને ખેલાડીઓ દ્વારા લોબિંગની વાત કરી ચૂક્યા છે.

T20 વર્લ્ડ કપ 2024નાગ્રુપ સ્ટેજમાંથી ટીમ બહાર થયા બાદ ગેરી કર્સ્ટને આ કહી હતી. 2011માં ODI વર્લ્ડ કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ગેરી કર્સ્ટને પાકિસ્તાની ટીમની ટીકા કરવામાં કોઈ કસર છોડી ન હતી.

પાકિસ્તાનના એક જાણીતા અખબારની વેબસાઈટે કર્સ્ટનને ટાંકીને કહ્યું હતું કે, ‘પાકિસ્તાનની ટીમમાં એકતા નથી. તેઓ તેને ટીમ કહે છે, પરંતુ તે ટીમ નથી. ખેલાડીઓ એકબીજાને સપોર્ટ કરતા નથી. દરેક ખેલાડી અલગ અલગ છે. મેં ઘણી ટીમો સાથે કામ કર્યું છે, પરંતુ મેં આવી ટીમ ક્યારેય જોઈ નથી.’

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…