પતિને એકલો મૂકી એકલી વેકેશન પર ઉપડી આ એક્ટ્રેસ, ફોટો પર પતિએ આપ્યું આવું રિએક્શન…
બોલીવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ હાલમાં જર્મનીના મ્યુનિખ ખાતે વેકેશન (Kaitrina Kaif On Vacation At Germany)ની મજા માણી રહી છે અને હાલમાં જ તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સુંદર ફોટો શેર કર્યો છે. પણ આપણે અહીં વાત કેટરિનાના ફોટોની નહીં પણ એની નીચે પતિ વિકી કૌશલ (Vicky Kaushal)એ કરેલી કમેન્ટની છે. વિક્કીએ કેટના ફોટો પર કરેલી કમેન્ટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગઈ છે. આવો જોઈએ આખરે પતિ વિક્કીને વેકેશન પર લીધા વિના ગયેલી કેટના ફોટો પર તેણે શું કમેન્ટ કરી છેૃ
કેટરિનાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે જેમાં તે એક બાલ્કનીમાં ઉભેલી જોવા મળી રહી છે. ચહેરા પર પડી રહેલાં સૂર્યના કિરણો કેટરિનાની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યા છે અને બેકગ્રાઉન્ડમાં પહાડ, ખુલ્લુ આકાશ અને હરિયાળી જોવા મળી રહી છે. લૂકની વાત કરીએ તો કેટરિનાએ આ ફોટોમાં શર્ટ અને ખુલ્લા વાળમાં નો મેકઅપ લૂક પસંદ કર્યો છે.
આ ફોટો શેર કરીને કેટરિનાએ કેપ્શનમાં લખ્યું હતું કે ગુડ મોર્નિંગ. હવે વિક્કીએ કેટના આ ફોટો પર કમેન્ટ બોક્સમાં કલરફૂલ હાર્ટના ઈમોજી શેર કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે બંનેના લગ્નને ત્રણ વર્ષ થઈ ગયા છે. 2021માં કેટ અને વિક્કીએ લગ્ન કર્યા હતા.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કેટરિના છેલ્લી વખત ફિલ્મ મેરી ક્રિસમસમાં જોવા મળી હતી. બીજી બાજું વિક્કી કૌશલ તેની આગામી ફિલ્મ બેડ ન્યુઝને લઈને ખૂબ જ ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેની સાથે તૃપ્તિ ડિમરી અને એમી વિર્ક પણ લીડ રોલમાં જોનવા મળશે. આ સિવાય વિક્કી છાવા નામની ફિલ્મમાં જોવા મળશે જેમાં તે છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકામાં જોવા મળશે.