મનોરંજન

પહેલાં જાયદાદ અને હવે ફેમિલી ફોટોમાંથી Sonakshi Sinhaની બાદબાકી? Luv Sinhaની પોસ્ટ વાઈરલ….

દબંગ ગર્લ સોનાક્ષી સિન્હા (Bollywood Actress Sonakshi Sinha)એ જ્યારથી તેના મુસ્લિમ બોયફ્રેન્ડ ઝહિર ઈકબાલ (Zahir Iqbal)સાથે લગ્ન કર્યા છે ત્યારથી જ કોન્ટ્રોવર્સીમાં આવી ચૂકી છે. આ લગ્નને કારણે સિન્હા પરિવાર (Sinha Family)માં મહાભારત ઊભી થઈ ગઈ છે અને આ મહાભારતનો પરિચય ગઈકાલે જ સોશિયલ મીડિયા પર સિન્હા પરિવારના કુળદિપક દ્વારા પોસ્ટ કરાયેલા એક ફોટો પરથી મળી રહ્યો છે. સોનાક્ષીના ભાઈ લવ સિન્હા (Luv Sinha)એ બહેન સાથેના સંબંધો તોડી નાખ્યા હોય એવી પ્રતીતિ આ ફોટો જોઈને થઈ રહી છે.

આ પણ વાંચો: સોનાક્ષી-ઝાહિરના ટ્રોલર્સને શત્રુઘ્ન સિંહાએ આપી ચેતવણી, કહ્યું….

આવો જોઈએ શું છે આખી ઘટના…
વાત જાણે એમ છે કે ગઈકાલે એટલે કે 9મી જુલાઈના દિવસા બોલીવૂડ એક્ટર અને સોનાક્ષી પરિવારના હેડ ઓફ ધ ફેમિલી શત્રુઘ્ન સિન્હા અને પુનમ સિન્હાની 44મી વેડિંગ એનિવર્સરી (Bollywood Actor Shatrughna Sinha And Poonam Sinha Wedding Anniversary) હતી. લવ સિન્હાએ સોશિયલ મીડિયા પર એક ફેમિલી ફોટો શેર કરીને પેરેન્ટ્સને એનિવર્સરી વિશ કરી હતી, પરંતુ આ ફોટોમાંથી લવે સોનાક્ષીને ક્રોપ કરી નાખી છે, એવું કહેવાઈ રહ્યું છે.

લવની આ પોસ્ટમાં મમ્મી પુનમ, પિતા શત્રુધ્ન અને ભાઈ કુશ સિન્હા જોવા મળી રહ્યા છે, પણ સોનાક્ષી ગાયબ છે. આ ફોટોની સાથે કેપ્શનમાં તેણે લખ્યું હતું મારા શાનદાર પેરેન્ટ્સને હેપ્પી એનિવર્સરી… અમે ખુશનસીબ છીએ કે તમે અમારા પેરેન્ટ્સ છો. તમારા બંને સાથે જેટલી પણ ક્ષણો પસાર કરી છે એ અમારા માટે એક અમુલ્ય સંભારણુ છે.

આ પણ વાંચો: લો હવે નવી વાત બહાર આવીઃ લવને બહેન સોનાક્ષી સાથે નહીં પણ આ વ્યક્તિ સાથે નથી મેળ

મમ્મી પપ્પા માટેની આ ઈમોશનલ પોસ્ટ ફેન્સનું દિલ જીતી રહી છે પણ એમાં એકની એક બહેન સોનાક્ષીની ગેરહાજરી ઉડીને આંખે વળગી છે અને ફેન્સ ચિંતામાં મૂકાઈ ગયા છે. લવની આ પોસ્ટ જોઈને લોકો એવી અટકળો લગાવી રહ્યા છે કે સોનાક્ષીના ઝહિર સાથે લગ્ન કરવાના નિર્ણયથી લવ હજી પણ નારાજ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે લવ સિન્હા પોતાની એકની એક બહેન સોનાક્ષીના લગ્નમાં પણ નહોતો જોવા મળ્યો અને લગ્ન બાદ પણ તેણે ઘણા ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી હતી અને હવે ફેમિલી ફોટોમાંથી સોનાક્ષીની બાદબાકી જોતા એક વાત તો સ્પષ્ટ છે કે તે હજી પણ સોનાક્ષી સિન્હાથી નારાજ છે. હવે જોવાની વાત એ છે કે એક ભાઈ કેટલા સમય સુધી પોતાની બહેનથી નારાજ રહે છે…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button