નેશનલ

કોણ મારી ટિકીટ કાપશે? નામ જણાવો… લોકસભા ચૂંટણીમાં ટિકીટના સવાલ પર ભડક્યા બ્રિજભૂષણ

ઉત્તરપ્રદેશના બારાબંકીથી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે પત્રકારોને એક સવાલના જવાબમાં કહ્યું હતું કે ‘કોણ મારી ટિકીટ કાપશે? નામ જણાવો..’ તેઓ પત્રકારોએ એવું જણાવી રહ્યા હતા કે વર્ષ 2024માં ફરી ભાજપની સરકાર આવશે.

બારાબંકીમાં ક્રિકેટની એક ટુર્નામેન્ટના ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન એક પત્રકારે તેમને પૂછ્યું, ‘શું તમારી ટિકીટ કપાઇ રહી છે? કારણકે સોશિયલ મીડિયામાં ચર્ચા થઇ રહી છે..’ જવાબમાં સાંસદ બ્રિજભૂષણશરણ સિંહે કહ્યું હતું કે બોલો કોણ કાપી રહ્યું છે મારી ટિકીટ? નામ કહો. જો કાપી શકો તો કાપી લેજો.’

સાંસદ હોવા ઉપરાંત બ્રિજભૂષણશરણ સિંહ ભારતીય કુશ્તી મહાસંઘના અધ્યક્ષ પદે પણ રહી ચુક્યા છે, જેમની સામે કુશ્તીના ખેલાડીઓએ દિલ્હીના જંતરમંતર મેદાનમાં જાતીય સતામણીના આક્ષેપો સાથે આંદોલન છેડ્યું હતું. આ કેસ હજુ દિલ્હીની કોર્ટમાં ચાલી રહ્યો છે. દિલ્હીની કોર્ટે શનિવારે રજૂઆત કરી હતી કે બ્રિજભૂષણશરણ સિંહને જ્યારે પણ તક મળી ત્યારે તેમણે મહિલા કુશ્તી ખેલાડીઓનું શારીરિક શોષણ કરવાના પ્રયાસો કર્યા હતા. દિલ્હી પોલીસે દાખલ કરેલી ચાર્જશીટને આધારે રાઉઝ એવન્યુ કોર્ટમાં બ્રિજભૂષણ સામે આરોપો ઘડવાની દલીલો પર સુનાવણી ચાલી રહી છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત