સ્પેશિયલ ફિચર્સ

હાય મોંઘવારીઃ ટામેટાના ભાવ સેન્ચુરી મારશે કે શું?

ટામેટાના વધતા ભાવોએ ફરી એક વાર દેશની ગૃહિણીઓનું બજેટ ખેરવી નાખ્યું છે. ચોમાસાના વરસાદને કારણે દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં ટામેટાંના પુરવઠા પર માઠી અસર થઈ છે અને રિટેલ બજારમાં ટામેટાના ભાવ આસમાનને આંબી ગયા છે. હજી થોડા દિવસ પહેલા છૂટક બજારમાં ટામેટા 30-35 રૂપિયા કિલોના ભાવે વેચાઇ રહ્યાહતા અને હવે અચાનક જ ટામેટા સેંચુરી મારવાની નજીક પહોંચી ગયા છે.

જોકે, હોલસેલ માર્કેટમાં પણ ટામેટા મોંઘા થઇ ગયા છે. દિલ્હીની આઝાદપુર મંડીની વાત કરીએ તો અહીં ટામેટાની કિંમત જથ્થાબંધ રીતે 50 રૂપિયાકિલો સુધી પહોંચી ગઇ છે. એક શાકભાજી વિક્રેતાએ જણાવ્યું હતું કે ટામેટાના ભાવ વધવા પાછળનું મોટું કારણ વરસદ છે. છેલ્લા એક અઠવાડિયાથી સતત વરસાદને કારણે ટામેટાની સપ્લાય ચેન ખોરવાઇ ગઇ છે.

આ પણ વાંચો: સળગતું શાકભાજીઃ વરસાદે ગરમીથી આપ્યો છૂટકારો પણ મોંઘવારીથી પરસેવો વળી ગયો

કર્ણાટક, હિમાચલ અને મહારાષ્ટ્ર જેવા ટામેટા ઉત્પાદક રાજ્યોમાંથી જતી ટ્રકો પર વરસાદની નકારાત્મક અસર પડી છે, જેની અસર ટામેટાના ભાવ પર પડી રહી છે અને ટામેટા સામાન્ય લોકોની પહોંચની બહારની જણસ બની ગયા છે.
મુંબઇની દાદર મંડીમાં ટામેટાના ભાવ 100થી 120 રૂપિયા કિલો બોલાઇ રહ્યા છે.

ટામેટા એ રોજિંદા ખાવાના વપરાશમાં લેવામા આવે છે. સલાડ, સુપ અને વિવિધ ડીશો બનાવવામાં તેનો ઉપયોગ થાય છે. એવામાં ટામેટાના ભાવમાં હદ બહારના વધારાએ ટામેટાને લોકોની થાળીમાંથી ગાયબ કરી દીધા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button