મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

Anant Ambani-Radhika Merchant Wedding: આ બે વસ્તુઓને કારણે Isha Ambaniએ લૂંટી મહેફિલ…

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ પ્રિ-વેડિંગ ફંક્શન (Anant Ambani-Radhika Merchant Pre-Wedding Function)માં અંબાણી પરિવારની લાડકવાયી ઈશા અંબાણી (Isha Ambani)એ બે ખાસ વસ્તુઓ પહેરીને લાઈમલાઈટ ચોરી લીધી હતી. આવો જોઈએ શું છે એ બે ખાસ વસ્તુઓ-પ્રિ-વેડિંગ ફંક્શનમાં ગ્રીન સિલ્કનો લહેંગો કમળના બુટ્ટીવાળો લહેંગો પહેર્યો હતો અને એની સાથે ગોલ્ડન વર્કવાળું બ્લાઉઝ સાથે કોન્ટ્રાસ્ટ કલરનો દુપટ્ટો કેરી કર્યો હતો. પરંતુ આ સિવાય પણ ઈશા અંબાણીએ બે એવી વસ્તુઓ પહેરી હતી કે જેણે એના લૂકને એકદમ રોયલ ટચ આપ્યો હતો. ચાલો વધારે સસ્પેન્સ ક્રિયેટ કર્યા વિના તમને એ બે વસ્તુઓ કઈ છે એ જણાવી જ દઈએ.

અમે જે બે મહત્ત્વની વસ્તુઓ વિશે વાત કરી રહ્યા છીએ એમાંથી એક એટલે ઈશા અંબાણીએ પહેરેલો પુશ્તૈની હાર અને બીજું તેણે હેરસ્ટાઈલમાં કેરી કરેલો સોનાના દોરામાંથી બનાવેલો ચોટલો. આ બે વસ્તુઓ કેરી કરીને જ ઈશાએ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું.

ઈશાએ સાઉથ ઈન્ડિયન હેયરડો સ્ટાઈલ કર્યું હતું અને એની સાથે એક ખાસ સ્ટાઈલનો ચોટલો પણ બનાવ્યો હતો જેને તેણે ગોલ્ડન એસેસરીઝ અને રિયલ ફ્લાવરથી સજાવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે તમિળ કલ્ચરમાં નવવધુ આ જ પ્રકારની હેયરસ્ટાઈલ બનાવે છે. ઈશાનો આ ટ્રેડિશનલ ચોટલો તેના લૂકમાં ચાર ચાંદ લગાવી રહ્યો છે.

હેયર સ્ટાઈલ સિવાય પણ ઈશાએ આ સાથે પહેરેલો કિંમતી નેકલેસ પણ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ નેકલેસે પણ ઈશાની સુંદરતામાં વધારો કર્યો હતો. આ હેવી જડાઉ નેકલેસમાં ઘણા બધા ડ્રોપ એમરાલ્ડ લગાવવામાં આવ્યા છે. આ નેકલેસ સાથે ઈશાએ કુંદનના ઈયરિંગ્સ પહેર્યા હતા અને એની સાથે ઝૂમકા પણ અટેચ્ડ હતા. અહીંયા તમારી જાણ માટે કે આ સેમ જ્વેલરી ઈશા અંબાણી પહેલાં નીતા અંબાણી (Nita Ambani) પણ પહેરી ચૂક્યા છે. એ સમયે તેમણે આ જ્વેલરીને બ્લ્યુ સાડી સાથે ટીમઅપ કરી હતી.

જોકે, આ પહેલા વખત નથી કે આ રીતે અંબાણી પરિવારની લેડિઝે જ્વેલરી કે આઉટફિટ એક્સ્ચેન્જ કર્યા હોય. આ પહેલાં પણ અનેક વખત સાસુ-વહુ, નણંદ-ભાભી અને મા-દીકરીઓ વચ્ચે જ્વેલરી એક્સચેન્જ થતી જોવા મળી છે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button