લોકો પાયલોટ્સ મુદ્દે રાજકારણઃ રાહુલ ગાંધીએ સવાલો પછી રેલવે પ્રધાને કરી આ સ્પષ્ટતા
નવી દિલ્હીઃ સસ્તા પરિવહન માટે ભારતીય રેલવે લાઈફલાઈન છે, જ્યારે ટ્રેનોના લોકો પાયલોટ યા ડ્રાઈવરની સમસ્યા મુદ્દે સંસદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સવાલો કર્યા હતા. આ મુદ્દે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે ખોટા સમાચારોને લઈ રેલવેના કર્મચારીઓનું મનોબળ ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એની સાથે લોકો પાયલોટ એવરેજ કેટલાક કલાક કામ કરે છે તથા ડ્યૂટી પૂરી થયા પછી પણ રેસ્ટ કરે છે.
તાજેતરમાં વિપક્ષવતીથી લોકો પાયલોટ સંબંધિત વિવિધ મુદ્દે સંસદમાં ઉઠાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ રેલવે પ્રધાને સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને જણાવ્યું છે કે રેલવેમાં લોકો પાયલોટ મહત્ત્વ સભ્યો છે, પરંતુ વિપક્ષ દ્વારા લોકો પાયલોટને નિરુત્સાહ કરવા માટે ઘણી બધી ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે, તેથી હું મુદ્દે સ્પષ્ટતા કરવા માગું છું.
લોકો પાઈલટની કામગીરી અને ડ્યૂટી અવર્સ અંગે સાવધાનીપૂર્વક ધ્યાન રાખવામાં આવે છે.
ટ્રિપ પછી આરામની પણ વ્યવસ્થા સાવધાનીપૂર્વક કરવામાં આવે છે. સરેરાશ ડ્યૂટી અવર્સ નિર્ધારિત કલાકોમાં કરવામાં આવે છે. આ વર્ષે જૂન મહિનામાં સરેરાશ ડ્યૂટી આઠ કલાકથી ઓછા હોય છે. ફક્ત ઈમર્જન્સી સંજોગોમાં ટ્રિપનો ટાઈમ નિર્ધારિત કલાકોથી વધારે કરવામાં આવે છે.
મેલ-એક્સપ્રેસ ટ્રેન, ગૂડ્સ ટ્રેન સહિત સર્બબનની લોકલ ટ્રેનના ડ્રાઈવર/લોકો પાયલોટ સહિત આસિસ્ટંટ લોકો પાયલોટની જોબ મહત્ત્વની છે. જ્યારે લોકો પાયલોટની ડ્યૂટી પૂરી થાય છે ત્યારે તેમને હેડ ક્વાર્ટરની બહારના રનિંગ રુમમાં આરામ કરે છે.
2014 પહેલા રનિંગ રુમની સ્થિતિ ખરાબ હતી. હવે રનિંગ રુમ પણ એસી (એર કન્ડિશન્ડ) બનાવ્યા છે. અનેક રનિંગ રુમમાં ફૂટ મસાજર ઉપલબ્ધ હોય છે. લોકો પાયલોટની કામગીરીને સમજ્યા વિના વિપક્ષ દ્વારા ખોટી રીતે ટાર્ગેટ કરવામાં આવ્યા છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં રેલવેમાં લોકો પાયલોટની ભરતી પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને 34,000 રનિંગ સ્ટાફની ભરતી કરી છે, જ્યારે 18,000 રનિંગ સ્ટાફની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. આગળ રેલવે પ્રધાને કહ્યું કે રેલવેના કર્મચારીઓનું માનસિક ગબડાવવાની કોશિશ નિષ્ફળ રહેશે. સમગ્ર રેલવે પરિવાર દેશસેવામાં જોડાયેલો છે.
અહીં એ જણાવવાનું કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકો પાયલોટને મળ્યા હતા, જ્યારે તેમણે દાવો કર્યો હતો કે લોકો પાયલોટ્સને તેમની મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં આવતી નથી અને તેમના કામના કલાકોની કોઈ મર્યાદા નથી.
Also Read –