Mom to be Deepikaએ આપી બે સલાહ, એક તો પ્રકૃતિને માણો ન બીજી…
બોલીવૂડની સુંદર અભિનેત્રીની હાલમાં રિલિઝ થયેલી ફિલ્મ કલ્કી 2898 એડી સારું કલેક્શન કરી રહી છે. અભિનેત્રી Deepika Padukone જીવનમાં સપ્ટેમ્બર મહિનામાં નવું મહેમાન આવી રહ્યું છે, આથી અભિનેત્રી માટે બેવડી ખુશીનો માહોલ છે. આ સમય દીપિકા પ્રકૃતિના ખોળામાં રમી રહી હોય અને ક્વૉલિટી ટાઈમ પાસ કરી રહી હોય તેમ લાગી રહ્યું છે.
આ સમય દરમિયાન દીપિકા પદુકોણ પોતાના શોખ પૂરા કરવાની સાથે પ્રકૃતિની નજીક આરામની પળો પણ વિતાવી રહી છે. આજે તેણે એક તસવીર શેર કરી છે. તેણે લોકોને પણ પ્રકૃતિની નજીક રહેવા સલાહ આપી છે.
દીપિકાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક તસવીર શેર કરી છે. વાદળો, ફૂલો અને હરિયાળીનો સુંદર નજારો તેમાં કેપ્ચર થાય છે. દીપિકાએ આ સાથે એક લાંબી નોટ લખી છે. દીપિકાએ લખ્યું છે, કે સેલ્ફ કેર એક મહિના માટે જ શું કામ. જો તમે રોજ માટે ખુદની સંભાળ લઈ શકતા હો તો એક મહિના માટે આ કરવાની જરૂર નથી.
ત્યારબાદ દીપિકા કહે છે કે મારી માટે પ્રકૃતિ સાથે સમય વિતાવવો ખૂબ આનંદદાયક છે.
દીપિકાએ વધુમાં કહ્યું કે, શૂટિંગ વચ્ચે, મીટિંગ્સ વચ્ચે, હું એવી જગ્યાએ જઉં છું જે મને અલગ અનુભવ આપે. આ મારા પિતાએ મને શીખવ્યું છે. દૂર જવાથી મને રાહત મળે છે, અને હું તાજી થઈ જાઉં છું. આ સાથે દીપિકા ધૂમ્રપાન કરનારાઓને ચેતવણી આપતી હોય તે કહે છે કે જે લોકો વ્યસન કરે છે તેમની માટે આ બ્રેક નહીં ગણાય. આમ દીપિકાએ પ્રકૃતિને માણવા અને ધૂમ્રપાન નહીં કરવાની સલાહ આપી છે.
દીપિકા અને રણવીર સપ્ટેમ્બર મહિનામાં માતા-પિતા બનવાના છે. દીપિકાના બેબી બમ્પ સાથેના ફોટા વાયરલ થયા છે. તાજેતરમાં તે અનંત અને રાધિકાના સંગીત સમારોહમાં દેખાઈ હતી.
Also Read –