Akshay Kumarની દીકરી નિતારાને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સે આપ્યું આવું રિએક્શન…
બોલીવૂડ એક્ટર અક્ષય કુમાર (Bollywoofd Actor Akshay Kumar) પોતાની પ્રોફેશનલ લાઈફને કારણે તો ચર્ચામાં આવતો જ હોય છે, પણ ખૂબ જ ઓછી વખત તે પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં આવતો હોય છે. હાલમાં જ અક્કીએ પોતાના દીકરા આરવ કુમાર વિશે વાત કરી હતી કે કઈ રીતે આરવ 15 વર્ષની ઉંમરે ઘર છોડીને વિદેશ ભણવા જતો રહ્યો હતો. જોકે, આ બધા વચ્ચે મિસ્ટર ખિલાડીએ ખૂબ જ ચાલાકીથી પોતાની દીકરી નિતારા વિશે વાત કરવાનું કે તેની એક ઝલક દેખાડવાનું પણ ટાળ્યું હતું. પરંતુ બોસ હોતા વો હી હૈ જો હોના હોતા હૈ…
પેપ્ઝને હાલમાં અક્કીની પ્રિન્સેસ નિતારાની એક ઝલક જોવા મળી હતી. નિતારાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો જેમાં તે મમ્મી ટ્વીન્કર ખન્ના સાથે સ્પોટ થઈ હતી. નિતારાની એક ઝલક જોઈને ફેન્સ દિલ હારી બેઠા હતા, એટલું જ નહીં લોકોએ તો નિતારાને પપ્પા અક્ષયકુમારની કાર્બન કોપી ગણાવી હતી.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં નિતારા ટ્વીન્કલ ખન્ના સાથે જોવા મળી હતી. ટ્વીન્કલ ખન્ના વાઈટ ટોપી અને ખાદીના જેકેટ અને પેન્ટમાં જોવા મળી હતી તો દીકરી નિતારા વ્હાઈટ ટોપ અને બ્લ્યુ ડેનિમમાં જોવા મળી હતી. એક્ટ્રેસે દીકરી નિતારાનો હાથ પકડીને જતી અને કેમેરાથી છુપાવતી જોવા મળી રહી છે. વીડિયો જોઈને ફેન્સના રિએક્શન પણ સામે આવી રહ્યા છે.
પેપ્ઝ દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોમાં ફેન્સે હાર્ટની ઈમોજી અને સ્માઈલી ઈમોજી શેર કર્યા છે. એક યુઝરે તો નિતારાને અક્ષય કુમારનું ફિમેલ વર્ઝન પણ ગણાવી દીધું હતું. બીજા એક યુઝરે કહ્યું કે અરે નિતારા તો એકદમ કોપી પેસ્ટ છે. ત્રીજા યુઝરે લખ્યું હતું ઓવ… લૂક…
અત્રે ઉલ્લેખનીય છે કે અક્કી અને ટ્વિન્કલ ખન્નાએ 2001માં લગ્ન કર્યા હતા અને આ લગ્નથી બંનેને એક દીકરો અને દીકરી છે.
Also Read –