અજય દેવગને કાજોલને કહી દીધી ‘બુઢ્ઢી’ પછી જે થયું…..

કાજોલ ભલે કોઈ ફિલ્મનો ભાગ ન હોય પરંતુ ઇવેન્ટ્સ અને અન્ય કાર્યક્રમોમાં તે અવારનવાર ચર્ચામાં આવતી હોય છે. હાલમાં તેનો એક થ્રોબેક વીડિયો સામે આવ્યો છે અને તે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કાજોલ આ વીડિયોમાં અજય દેવગન સાથે જોવા મળે છે અને તે કરણ જોહરના શોમાં છે.
વીડિયોમાં અજય દેવગને કાજોલને બુઢ્ઢી મહિલા કહી હતી, જેના પછી તે નારાજ થઈ ગઈ હતી અનેગુસ્સામાં કાજોલે જે પણ કહ્યું તે તમને ચોંકાવી દેશે. કાજલે માત્ર અજય દેવગન જ નહીં પણ કરણ જોહરને પણ સાણસામાં લઇ લીધો હતો..
આ પણ વાંચો: કાજોલે કર્યો એવો ફોટો પોસ્ટ કે ફેન્સ પોતાનું હસવાનું નહીં રોકી શક્યા…
વીડિયોમાં તમે જોઈ શકશો કે ત્રણેય બેસીને વાત કરી રહ્યા છે જ્યારે અજય દેવગન અચાનક કહે છે, “તેણે આખી જિંદગીમાં આવું નથી કર્યું, પરંતુ વૃદ્ધાવસ્થામાં… મને ખબર નથી…” આ પછી કરણ. જોહર હસવા લાગે છે અને કાજોલ કહે છે, “તમારો બુઢાપો હશે, મારો નથી, હું ક્યાં આ બે વૃદ્ધો સાથે સોફા પર બેસી ગઇ.”
આ વીડિયો પર લોકોએ જાતજાતની ફની પ્રતિક્રિયા આપી છે. એકે લખ્યું છે કે , “કાજોલ રિયલ લાઈફ છે.” બીજાએ લખ્યું હતું કે, “તેની ઉદ્ધતાઈનું સ્તર અલગ છે.” “
આ પણ વાંચો: ‘મારા પતિથી દૂર રહેજે,’ જ્યારે કંગના રનૌત પર ભડકી હતી કાજોલ…
એકે લખ્યું, “હા હા, કાજોલ તમે ક્યાં હજી વૃદ્ધ થયા છો. તમે તો હજી પણ હીરોઈન તરીકે કામ કરી રહ્યા છો.” બીજાએ લખ્યું, “અજયે આ મેન્ટલ હોસ્પિટલ સાથે લગ્ન નહોતા કરવા જોઇતા.” તમે વિડીયો જુઓ..