આમચી મુંબઈ

Mumbai BMW Hit-And-Run: મિહિરને દારૂ પિવડાવનાર પબ પર બુલડોઝર એક્શન, જુઓ વિડીયો

મુંબઈ: BMW હિટ એન્ડ રન કેસ(Mumbai BMW Hit-And-Run)ના આરોપી મિહિર શાહ(Mihir Shah)ની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. આ મામલે આજે બુધવારે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ પણ કાર્યવાહી કરી છે. અકસ્માત સર્જતા પહેલા મિહિર શાહે જે બારમાં દારૂ પીધો હતો, તેના પર બુલડોઝર ચલવવામાં આવ્યું છે. મુંબઈના જુહુ તારા રોડ પર આવેલા બારમાં ડિમોલિશન ડ્રાઈવ ધરી BMCએ બારના ગેરકાયદેસર ભાગને તોડી પડ્યો હતો.

વાઈસ-ગ્લોબલ તાપસ બાર(The Vice-Global Tapas Bar )એ 24 વર્ષીય મિહિર શાહને દારૂ વેચ્યો હતો. મહારષ્ટ્રમાં દારૂ પીવાની લીગલ ઉંમર 25 વર્ષ કે તેથી વધુની છે, મિહિરની ઉંમર 25 વર્ષથી ઓછી છે. ઓછી ઉંમરના લોકોને દારૂ પીરસવા ઉપરાંત, યોગ્ય લાયસન્સ વિના દારૂ પીરસવા અને મિલકત પર ગેરકાયદેસર બાંધકામ માટે પણ બારને સીલ કરવામાં આવ્યું હતું. બોમ્બે વિદેશી દારૂના નિયમોની સંબંધિત જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

મંગળવારે મુંબઈ પોલીસે બારની તલાસી લીધી હતી અને તેને સીલ કર્યું હતું, ત્યાર બાદ આજે બુલડોઝર એક્શન લેવામાં આવ્યું છે. અહેવાલ મુજબ, મિહિર શાહ અને તેના મિત્રોએ શનિવારે રાત્રે બારની મુલાકાત લીધી હતી, ત્યાર બાદ BMW કારથી મુંબઈના વરલી વિસ્તારમાં સ્કૂટરને ટક્કર મારી હતી. સ્કૂટર સવાર પ્રદીપ નાખાવા ઘાયલ થયા હતા અને તેની પત્ની કાવેરીનું મૃત્યુ થયું હતું.

મિહિર શાહના પિતા રાજેશ શાહ શિવસેના(એકનાથ શિંદે)ના નેતા છે. મિહિર શાહ આ અકસ્માત સર્જીને ફરાર થઇ ગયો હતો અને 72 કલાકથી વધુ સમય મળ્યો ન હતો. ગઈકાલે શાહપુરના એક એપાર્ટમેન્ટમાંથી મિહિરની માતા અને બે બહેનોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસનું માનવું છે તેમણે મિહિરને છુપાવામાં મદદ કરી હતી. રાજેશ શાહના અને ડ્રાઈવર રાજઋષિ બિદાવતની રવિવારે જ ધરપકડ કરવામાં આવી હતી.
ગઈ કાલે રાત્રે મુંબઈ પોલીસે મિહિરને વિરારમાંથી પકડી પડ્યો હતો.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button