અંબાણી પરિવાર (Ambani Family) હાલમાં તેમના ઘરે ચાલી રહેલાં ગ્રાન્ડ વેડિંગ સેલિબ્રેશનને કારણે ખૂબ જ લાઈમલાઈટ ચોરી રહ્યું છે. અંબાણી પરિવારનો દરેક સભ્ય પછી એ પરિવારના મુખિયાજી મુકેશ અંબાણી-નીતા અંબાણી (Mukesh Ambani-Nita Ambani) હોય કે આકાશ અંબાણી- શ્લોકા મહેતા (Aakash Ambani-Shloka Maheta) હોય કે ઈશા અંબાણી-આનંદ પિરામલ (Isha Ambani-Aanand Piramal) હોય દરેક સભ્ય લાઈમલાઈટમાં આવવાનો એક મોકો નથી ચૂકતો. પરંતુ આજે અમે અહીં તમને અંબાણી પરિવારના એક એવા લકી ચાર્મ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેના વિશે ભાગ્યે જ કોઈને ખબર છે.
અંબાણી પરિવારનો આ સભ્ય જ પરિવારની શાનૌ-શૌકતનું કારણ છે અને એનું કારણ છે શુભ નક્ષત્રમાં થયેલો જન્મ… ચાલો વધારે સમય વેડફ્યા વિના જાણીએ કોણ છે અંબાણી પરિવારનું લકી ચાર્મ-જો તમે વિચારી રહ્યા હોવ કે પરિવારની દીકરી ઈશા અંબાણી જ પરિવારની સુખ-સમૃદ્ધિ અને વૈભવનું કારણ છે તો બોસ એવું નથી.
અહીં વાત થઈ રહી છે અંબાણી પરિવારના વહુરાણી શ્લોકા મહેતાની. શ્લોકા મહેતાનો જન્મ જુલાઈ, 1990માં ધનિષ્ઠા નક્ષત્રમાં થયો હતો. જ્યોતિષશાસ્ત્રમાં જણાવવામાં આવેલા 27 નક્ષત્રમાં 23મા નંબર પર આવતું ધનિષ્ઠા નક્ષત્રનો અર્થ થાય છે સૌથી ધનવાન. શ્લોકા અંબાણી પરિવાર માટે ખૂબ જ લકી છે અને તે સાચા અર્થમાં ગૃહલક્ષ્મી છે.
અંબાણી પરિવારના લકી ચાર્મ વિશે તો જાણી લીધું અને હવે વાત કરીએ આ નક્ષત્રમાં જન્મેલી છોકરીઓમાં જોવા મળતી બીજી ખાસિયતો વિશે-ધનિષ્ઠા નક્ષત્રમાં જન્મેલી છોકરીઓ પોતાના પતિ માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થાય છે અને એમના જીવનમાં ધન-ધાન્યની કમી નથી જોવા મળતી. આ નક્ષત્રમાં જન્મેલી છોકરીઓ ખૂબ જ મિલનસાર સ્વભાવની હોય છે અને હંમેશા બીજાની મદદ માટે તત્પર રહે છે.
આ ઉપરાંત આ નક્ષત્રમાં જન્મેલી છોકરીઓ બુદ્ધિમાન, પરોપકારી, સાહસી અને ઊર્જાવાન હોય છે. સામાજિક કાર્યક્રમમાં પણ આગળ પડીને હિસ્સો લે છે, જેને કારણે તેમનું સોશિયલ સર્કલ ખૂબ જ મોટું હોય છે. આ યુવતીઓ ખૂબ જ હસમુખા સ્વભાવની હોય છે અને શાંતિપૂર્ણ જીવન જીવવાનું પસંદ કરે છે.
લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ થિંગ એટલે આ નક્ષત્રમાં જન્મેલા લોકો ખૂબ જ સ્વાભિમાની હોય છે અને માન-સન્માનને પોતાના જીવનમાં ખૂબ જ મહત્ત્વ આપે છે. ધનિષ્ઠા નક્ષત્રમાં જન્મેલી છોકરીઓ સાસરિયાઓ માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થાય છે.
Also Read –