આમચી મુંબઈ

મુંબઈની લોકલ ટ્રેનમાં બે મહિલા જોરદાર બાખડી, વીડિયો વાઈરલ

મુંબઈઃ મધ્ય રેલવેની લોકલ ટ્રેનમાં કોઈ વાતને લઈ વિવાદ થયા પછી બે મહિલાઓ વચ્ચે જોરદાર વિવાદ થયો હતો. સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ થયા પછી યૂઝરે મજા લીધી હતી, જ્યારે મહિલાઓ જ મહિલાઓથી સુરક્ષિત નહીં હોવાનું જણાવ્યું હતું.

રવિવારે સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા મહિલા કોચમાં બે મહિલા એકબીજા સાથે ઝઘડતી જોવા મળી હતી, ત્યાર બાદ બંને વચ્ચે ઝઘડો વકરી ગયા પછી એક મહિલાએ બીજાના વાળ ખેંચીને માર મારી હતી. 12 સેકન્ડનો વીડિયો વાઈરલ થાય પછી યૂઝરે પણ વીડિયો પર પ્રતિક્રિયા આપી હતી.

વાઈરલ વીડિયોમાં જોવા મળે છે કે બંને મહિલા એકબીજાના વાળ ખેંચીને મારામારી કરતી જોવા મળી હતી. બીજા કોચમાંથી જોનારી મહિલા પણ ચોંકી ગઈ હતી. બંનેના ઝઘડા વચ્ચે અન્ય મહિલાઓએ પણ તેમને ઝઘડો નહીં કરવાની ભલામણ કરી હતી, જ્યારે અમુક મહિલાઓએ તેમને ઝઘડતા છોડાવી પણ હતી. અમુક લોકો વચ્ચે પડ્યા પછી પણ તેઓ શાંત રહ્યા નહોતા.

સોશિયલ મીડિયા પરના જાણીતા પ્લેટફોર્મ એક્સ (ટવિટર તરીકે જાણીતા) પર અમુક યૂઝરે મહિલાના ઝઘડા અંગે કટાક્ષમાં લખ્યું હતું કે મહિલાઓને ઝઘડતા જોવાની મજા પડતી હોય છે, જ્યારે અન્ય યૂઝરે લખ્યું હતું કે ટ્રેનમાં ઝઘડવાના કારણો પૈકી ટ્રાવેલ ફસ્ટ્રેશન, ક્રાઉડ ફ્રસ્ટ્રેશન, સ્ટેન્ડિંગ ફ્રસ્ટ્રેશન, એક્સ્ટ્રા સાઉન્ડ ફ્રસ્ટ્રેશન, જ્યારે ત્રીજા યૂઝરે લખ્યું હતું કે મુંબઈ બિઝિ લાઈફ, ફેમિલી ફ્રસ્ટ્રેશન કમ આઉટ.

મહિલા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, પરંતુ હજુ પણ કોચની સંખ્યા મર્યાદિત છે. સબર્બન રેલવેમાં મહિલા પ્રવાસીની સંખ્યા 40 ટકાથી વધુ હશે, પરંતુ હજુ પણ જૂના ધારાધોરણ પ્રમાણે કોચની ફાળવણી કરી છે, તેથી આ મુદ્દે પ્રવાસીઓને ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં હંમેશાં અગવડ પડે છે. આ મુદ્દે ધ્યાન આપવું જરુરી છે, એમ રેલવે એક્ટિવિસ્ટે જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button