Kalol માં ફરી Choleraએ માથું ઉચક્યું, 4 કેસ નોંધાતા તંત્ર દોડતું થયું
ગાંધીનગર : ગુજરાતમાં અનેક શહેરોમાં ચોમાસા દરમ્યાન કોલેરાના (Cholera)કેસો નોંધાઈ રહ્યા છે. જેમાં ગાંધીનગર જિલ્લાના કલોલમાં(Kalol)ફરી એકવાર કોલેરાના કેસ નોંધાયા છે. જેમાં અલગ અલગ ચાર વિસ્તારમાં કોલેરા કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. જેમાં મળતી માહિતી મુજબ શહેરમાં મહેન્દ્ર મિલની ચાલી, ગાયોના ટેકરા અને ટાવર પાસેના વિસ્તારમાંથી કોલેરાના કેસ મળી આવ્યા છે. જેના પગલે નગર પાલિકા દ્વારા સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે. તેમજ લોકોને ક્લોરિનનું ગોળીઓ અને જરૂરી દવાનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.
માર્ચ મહિનામાં કલોલમાં કોલેરા બેકાબૂ બન્યો હતો
ઉલ્લેખનીય છે કે આ પૂર્વે માર્ચ મહિનામાં કલોલમાં કોલેરા બેકાબૂ બન્યો હતો. જેના પગલે
ત્રિકમનગર, મજુર હાઉસિંગ સોસાયટીનાં આજુબાજુના 2 કિ.મીના વિસ્તારને કોલેરા ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે કલેક્ટરે જાહેરનામું બહાર પાડી તેની આસપાસના બે કિલોમીટરના વિસ્તારને ત્રણ મહિના સુધી કોલેરાગ્રસ્ત જાહેર કર્યો હતો.
આ રીતે ફેલાય છે કોલેરા ?
કોલેરા એ આંતરડાનો ચેપ છે જે મળથી દૂષિત ખોરાક અને પાણી દ્વારા ફેલાય છે. કોલેરા બેક્ટેરિયમ (વિબ્રિઓ કોલેરા) વ્યક્તિના આંતરડા પર હુમલો કરે છે અને તેના કારણે ઝાડા, ઉલટી થાય છે તેમજ ત્યારબાદ શરીરમાંથી પ્રવાહી ઘટી જાય છે.