Jamnagar જિલ્લામાં વીજળી પડતાં ત્રણ લોકોના મોત, એક ઘાયલ
અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા અઠવાડિયા દરમ્યાન સાયક્લોનિક સરક્યુલેશનના પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. જેમાં સૌરાષ્ટ્રના અનેક તાલુકામાં ભારે વરસાદ પણ નોંધાયો છે. જેમાં મળતી માહિતી મુજબ મંગળવારે જામનગર(Jamnagar)જિલ્લામાં અલગ અલગ જગ્યાએ વીજળી પડતાં એક મહિલા સહિત ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ છે. જેમાં જિલ્લાના જામજોધપુરના બુટાવદર, નરમાણા ગામમાં અને જામનગર તાલુકામાં દોઢિયા ગામમાં વીજળી પડવાથી એક- એક વ્યક્તિના મોત નીપજ્યા છે. જ્યારે દોઢિયા ગામમાં એક વ્યક્તિ વીજળી પડવાથી દાઝી છે. જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
138 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં આજે સવારથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમ્યાન 138 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં રાજકોટના લોધિકામાં સૌથી વધુ સવા 5 ઈંચ વરસાદ નોંધાયો છે.
વાતાવરણમાં ઠંડક પ્રસરી
જ્યારે ગીર સોમનાથના વેરાવળમાં સાડા 4 ઈંચ, બનાસકાંઠાના ભાભરમાં પોણા 4 ઈંચ, અમરેલીના લાઠીમાં સાડા 3 ઈંચ, રાજકોટના ધોરાજીમાં સવા 3 ઈંચ અને ખેડાના મહેમદાવાદમાં પોણા 3 ઈંચ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
Also Read –