સ્પોર્ટસ

ઝિમ્બાબ્વે સામે ત્રીજી ટી-20 મેચ આવતીકાલેઃ પ્લેઇંગ ઇલેવનમાં આ ખેલાડીઓની વાપસી સંભવ

હરારેઃ આજે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રીજી ટી-20 મેચ રમાશે. મેચ ભારતીય સમયાનુસાર સાંજે સાડા ચાર વાગ્યે શરૂ થશે. પાંચ મેચની સીરિઝની પ્રથમ મેચ ઝિમ્બાબ્વેએ જીતી હતી જ્યારે બીજી મેચમાં ભારતનો વિજય થયો હતો.
ટી-20 વર્લ્ડ કપ વિજેતા ટીમમાં સામેલ યશસ્વી જયસ્વાલ, સંજૂ સેમસન અને શિવમ દુબે ઝિમ્બાબ્વે પહોચી ચૂક્યા છે એવામાં ત્રીજી મેચમાં ભારતની પ્લેઇંગ ઇલેવનમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે.

આ પણ વાંચો: અભિષેકના 100 રન પછી ઝિમ્બાબ્વે 100 રનથી હાર્યું

ઓપનિંગમાં અભિષેક શર્મા અને શુભમન ગિલ સારુ પ્રદર્શન કરી રહ્યા છે એવામાં યશસ્વી જયસ્વાલને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળે તેવી શક્યતા ખૂબ ઓછી છે. જ્યારે સંજૂ સેમસન અને શિવમ દુબેને મિડલ ઓર્ડરમાં સ્થાન મળે તેવી શક્યતા છે.
ડાબોડી ઓપનિંગ બેટ્સમેન અભિષેકે બીજી મેચમાં 46 બોલમાં સદી ફટકારી હતી. જો કે, ભારતની પ્રથમ પસંદગીની ટી-20 ટીમમાં રિઝર્વ ઓપનર હોવાના કારણે જયસ્વાલનો શુભમન ગિલ સાથે ઇનિંગની શરૂઆત કરવાનો દાવો વધુ મજબૂત લાગે છે. જયસ્વાલે 17 ટી-20 મેચમાં એક સદી અને ચાર અડધી સદી ફટકારી છે.

જ્યારે સેમસનને ધ્રુવ ઝુરેલનું સ્થાન મળશે. ટી20 વર્લ્ડ કપમાં પ્લેઇંગ ઇલેવનમાં સામેલ શિવમ દુબેને રિયાન પરાગની જગ્યાએ મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. સ્પિનરો રવિ બિશ્નોઈ અને વોશિંગ્ટન સુંદરને પણ પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળશે.

આ પણ વાંચો: અભિષેકની રવિવારની 100 રનની ધમાકેદાર ઇનિંગ્સ પાછળનું રહસ્ય તેના જ શબ્દોમાં જાણી લો…

યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન અને શિવમ દુબે ભારતીય ટીમમાં સાઈ સુદર્શન, જીતેશ શર્મા અને હર્ષિત રાણાનું સ્થાન લેશે. આવી સ્થિતિમાં કોને રમવાની તક મળશે તે જોવાનું ખાસ રહેશે.

ત્રીજી મેચમાં શુભમન ગિલ અને અભિષેક શર્મા ફરીથી ઇનિંગ્સની શરૂઆત કરશે જ્યારે ત્રીજા નંબરે ઋતુરાજ ગાયકવાડ હશે. સંજુ સેમસન ચોથા નંબર પર જ્યારે રિયાન પરાગ પાંચમા નંબર પર બેટિંગ કરતો જોવા મળી શકે છે. શિવમ દુબે છઠ્ઠા નંબરે અને રિંકુ સિંહ સાતમા નંબરે રહેશે. બોલર તરીકે ટીમમાં વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન અને મુકેશ કુમાર હશે.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker