આમચી મુંબઈ

QR કોડ નહીં લગાવનારા બિલ્ડર સામે RERAનું આક્રમક વલણ

મુંબઈ: મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (MAHARERA) એ ક્યુઆર કોડ વિનાના પ્રોજેક્ટ્સની જાહેરાત કરનારાઓ સામે કાર્યવાહી વધુ તીવ્ર બનાવી છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર ૬૨૮ પ્રોજેક્ટ્સ પર મહારેરાએ લગભગ ૯૦ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને ૯૦ લાખમાંથી ૭૦ લાખ ૩૫ હજાર રૂપિયાની વસૂલાત પણ કરી લીધી છે.

બિલ્ડરોએ ઘરોની વેચાણ માટે પ્રોજેક્ટની જાહેરાત કરવાની રીત બદલી છે. અખબારોની સાથે, તેઓ હવે સોશિયલ મીડિયા દ્વારા પ્રોજેક્ટની જાહેરાત કરી રહ્યા છે.

બિલ્ડરોના આધુનિકીકરણ પછી, રેરાએ પણ નિયમ તોડનારાઓ સામે કાર્યવાહી કરવા માટે ટેક્નોલોજીની મદદ લેવાનું શરૂ કર્યું. ક્યૂઆર કોડ વિનાની જાહેરાત વિશે જાણવા માટે રેરા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ નિષ્ણાતોની મદદ લઈ રહ્યું છે.
રેરા અનુસાર, મુંબઈ, થાણે સહિત નજીકના વિસ્તારોમાં ક્યૂઆર કોડ વિના જાહેરાતના સૌથી વધુ ૩૧૨ કેસ નોંધાયા છે. ૩૧૨ પ્રોજેક્ટ પર ૫૪.૨૩ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, જેમાંથી ૪૧.૫૦ લાખ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે.
પુણે વિસ્તારમાં ૨૫૦ પ્રોજેક્ટ્સ પર ૨૮.૩૯ લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે, જેમાંથી ૨૪.૭૫ લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા છે. વિદર્ભમાં ૬૬ પ્રોજેક્ટ પર લગાવવામાં આવેલા ૬.૩૫ લાખ રૂપિયાના દંડમાંથી ૬.૧૦ લાખ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે.

રેરાના ચેરમેન અજોય મહેતાના જણાવ્યા અનુસાર, પ્રોજેક્ટ રેરામાં નોંધાયેલ છે, એટલે કે પ્રોજેક્ટ સારો હશે. લોકોનો વિશ્વાસ જાળવી રાખવા માટે તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવું ખૂબ જ જરૂરી છે.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker