… તો Borilvali-Churchgate વચ્ચે મહિલાઓનો પ્રવાસ બનશે આરામદાયક!
મુંબઈઃ મુંબઈની લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવો અને એમાં પણ ખાસ કરીને સવારે અને સાંજે ધસારાના સમયે પ્રવાસ કરવો એ તો એક ટાસ્ક છે. વિરારથી આવનારી લોકલ ટ્રેનમાં બોરીવલીથી ચઢવું મુશ્કેલ છે. આને ધ્યાનમાં લઈને મહિલાઓ માટે બોરીવલી-ચર્ચગેટ વચ્ચે લેડિઝ સ્પેશિયલ ટ્રેન દોડાવવાની માંગણી રેલવે પ્રવાસી સંગઠન દ્વારા કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: સાત લોકલ ટ્રેન સ્ટેશનોના નામ બદલવાનો ઠરાવ વિધાન પરિષદમાં મંજૂર
પશ્ચિમ રેલવેના બોરીવલી સ્ટેશન પર આ માટે એક કેમ્પેઈન પણ ચલાવવામાં આવી રહ્યું છે અને જો પશ્ચિમ રેલવે દ્વારા આ લેડિઝ સ્પેશિયલ ટ્રેન દોડાવવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવશે તો બોરીવલી-ચર્ચગેટ વચ્ચે પ્રવાસ કરી રહેલી મહિલા પ્રવાસીઓને રાહત થશે.
આ પણ વાંચો: લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરતા લોકોની સ્થિતિ ઢોર કરતાય દયનીયઃ હાઇ કોર્ટ
હાલમાં ધસારાના સમયે બોરીવલીથી લોકલ ટ્રેનમાં ચઢવું પ્રવાસીઓ માટે અઘરું છે અને મહિલા પ્રવાસીઓની આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે લેડિઝ સ્પેશિયલ ટ્રેન દોડાવવાની માગણી રેલવે પ્રવાસી સંગઠનો દ્વારા લાંબા સમયથી કરવામાં આવી રહી છે. જો પશ્ચિમ રેલવે આ લેડિઝ સ્પેશિયલ ટ્રેન દોડાવવાની મંજૂરી આપવામાં આવશે તો મહિલા પ્રવાસીઓનો પ્રવાસ આરામદાયક બનશે, એવો વિશ્વાસ વ્યક્ત કરાઈ રહ્યો છે.