ટોપ ન્યૂઝનેશનલ

અય મેરે વતન કે લોગોંઃ કાશ્મીરમાં ઉત્તરાખંડ રાજ્યના 5 જવાન થયા શહીદ

કોઈના 9 મહિના પહેલા થયા હતા લગ્ન, તો કોઈના પર આખા ઘરનો હતો આધાર

દેશમાં લોકસભાની ચૂંટણી પૂરી થયા પછી દેશમાં સ્થિર સરકારનું ગઠન થયા પછી કાશ્મીરમાં આતંકવાદનો મુદ્દો માથું ઉચકી રહ્યો છે. કાશ્મીર નહીં તો જમ્મુમાં આતંકવાદી સક્રિય બનીને ભારતીય આર્મીની ઊંઘ હરામ કરી છે, જેમાં ગઈકાલે કઠુઆમાં આતંકવાદીઓના ગ્રેનેડ એટેકમાં પાંચ જવાન શહીદ થયા. પાંચ જવાનની ઓળખ આજે જાહેર કરવામાં આવી છે, જેમાં પાંચેય ઉત્તરાખંડના રહેવાસી હતા. હુમલામાં રાઈફલમેન અનુજ નેગી, કમલ રાવત, આદર્શ નેગી, નાયબ સુબેદાર આનંદ સિંહ અને વિનોદ સિંહનો સમાવેશ થાય છે.

શહીદ રાઈફલમેન અનુજ નેગી પૌઢી ગઢવાલ રિખણીખાલ તહેસીલના ડોબરિયા ગામના રહેવાસી હતા. શહીદ અનુજના ઘરે તેમના માતાપિતા, પત્ની અને બહેન છે. નવેમ્બર, 2023માં અનુજના લગ્ન થયા હતા. અનુજ નેગીના શહીદ થવાના અહેવાલ બાદ ગામ આખું શોકમાં ગરકાવ થઈ ગયું હતું.

શહીદ હવાલદાર કમલ સિંહ રાવત ગામ પાપરી નોદાનુના રહેવાસી હતા. તેમના પરિવારમાં બે બાળક, પત્ની અને માતાજી છે. એના સિવાય ટિહરી જિલ્લાના બે જવાન શહીદ થયા છે. થાતી ડાગરના આદર્શ નેગી અને ચૌંડ-જસપુરના વિનોદ ભંડારીએ પણ દેશ માટે બલિદાન આપ્યું હતું.

આ પણ વાંચો : કાશ્મીરમાં આર્મીના વાહન પર આતંકવાદી હુમલોઃ ચાર જવાન શહીદ

કાશ્મીરમાં ટિહરી જિલ્લાના રહેવાસી રાફઈલમેન આદર્શ નેગી લાન્સ નાયક વિનોદ કુમાર સિંહ ભંડારીએ પણ બલિદાન આપ્યું હતું. આ ખબર પડી ગામના રહેવાસીઓ વ્યથિત થઈ ગયા હતા. 26 વર્ષનો આદર્શ જિલ્લાના કીર્તિનગર બ્લોકના થાતી ડાગર ગામના રહેવાસી હતા. 2019માં ગઢવાલ રાઈફલ્સમાં ભરતી થયા હતા. આદર્શના પરિવારમાં પિતા ખેડૂત તેમ જ ત્રણ ભાઈ-બહેનમાં સૌથી નાના હતા. બહેનના પણ લગ્ન થઈ ચૂક્યા છે. સોમવારે સાંજે પરિવારને જાણ થયા પછી પરિવાર પર પહાડ તૂટી પડ્યો હતો.

એના સિવાય કઠુઆ હુમલામાં રહેનારા નાયબ સુબેદાર આનંદ સિંહ પણ શહીદ થયા છે. રુદ્રપ્રયાગ જિલ્લાના કંદખાલ ગામના રહેવાસી હતા. ઉત્તરાખંડના રહેવાસી સૈનિકોને લઈ રાજ્યના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ કહ્યું હતું કે જવાનોનું બલિદાન વ્યર્થ જશે નહીં. જમ્મુ કાશ્મીરના કઠુઆમાં કાયરતાપૂર્વક આતંકવાદી હુમલો કરીને ઉત્તરાખંડના પાંચ બહાદુર સૈનિક શહીદ થયા. આપણા માટે આ ક્ષણ દુખદ છે.

આતંકવાદીઓના હુમલામાં પાંચ જવાનને દેશે ગુમાવ્યા છે, જ્યારે પાંચ જણ ઘાયલ થયા છે. આતંકવાદીઓની શોધખોળ માટે સર્ચ ઓપરેશન જારી છે. આર્મીએ કઠુઆના બડનોટામાં સર્ચ ઓપરેશન જારી હતું ત્યારે આતંકવાદીઓએ ઘાત લગાવીને આર્મીની ગાડી પર હુમલો કર્યો હતો.

આ પણ વાંચો : Jammu Kashmir માં આતંકી હુમલા બાદ કોંગ્રેસની નક્કર પગલાની માગ, આતંકવાદ નાબૂદી માટે યુદ્ધની અપીલ

મળતી માહિતી અનુસાર અમેરિકામાં બનેલી એમ4 કાર્બાઈન રાઈફલ, એક્સ્પ્લોઝિવ ડિવાઈસ અને અન્ય હથિયાર હતા. આતંકવાદીઓ હુમલો કર્યા પછી ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. આર્મીએ પેરા કમાન્ડોને કઠુઆના અંતરિયાળ માંચિડી-મલ્હાર ક્ષેત્રમાં હવાઈ માર્ગે ઉતાર્યા છે. કાઉન્ટર ઓપરેશનની પણ તૈયારીઓ હાથ ધરી છે, જેથી આતંકવાદીઓનો ખાતમો કરી શકાય.

વધતા આતંકવાદી હુમલામાં ભારતીય જવાનો શહીદ થઈ રહ્યા છે, જેની ખોટ ક્યારેય પૂરી શકાય નહીં. શહીદ વીર જવાનોનું બલિદાન ક્યારેય કોઈ સરકાર પણ પૂરું કરી શકશે નહીં, પણ એમનું વેર વાળીને સરકાર આતંકવાદીઓનો ખાતમો કરી શકે. જય હિંદ. જય ભારત.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button