ભાઈ આ તો આપણા Prime Minister Narendra Modi જ કરી શકે… વિશ્વાસ ના થાય તો જોઈ લો વીડિયો…
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ પોતાના કાર્યકાળમાં અસંભવને સંભવ કરી દેખાડ્યું છે અને તેમણે એવા એવા કામ કરી દેખાડ્યા છે કે નહીં પૂછો વાત. હાલમાં પીએમ નરેન્દ્ર મોદી રશિયાની મુલાકાતે ગયા છે અને અહીં તેમણે એવું કંઈક કરી દેખાડ્યું હતું કે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. વિશ્વાસ ના થતો હોય તો જોઈ લો આ વીડિયો…
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના મોસ્કો વિઝિટ દરમિયાન ઈલેક્ટ્રિક કારની રાઈડની મજા માણી હતી અને કહાનીમાં ટ્વીસ્ટ તો એ હતું કે ખુદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીન પુતિને આ કાર ડ્રાઈવ કરી હતી. રશિયન રાષ્ટ્રપતિએ પોતાના નોવો ઓગારિયોવો નિવાસ સ્થાને આ કાર ડ્રાઈવ કરી હતી.
આ પણ વાંચો: PM Modi’s Russia Visit: મોદી-પુતિન બેઠક અંગે અમેરિકાએ ચિંતા વ્યક્ત કરી, કહ્યું ‘આ બાબતનું ધ્યાન રાખજો…’
પીએમ મોદી અને રાષ્ટ્રપતિ બંને ઈલેક્ટ્રિક કારમાં રાઈડ કરી હતી અને આ કાર ગોલ્ફ કાર્ટ જેવી દેખાતી હતી. ચાર સીટવાળી આ કારમાં બે સીટ આગળ અને બે સીટ પાછળ હતી. જોકે, હજી સુધી એ વાત નથી જાણવા મળી કે આ ઈલેક્ટ્રિક કાર કઈ મોડલ કે બ્રાન્ડની છે. પરંતુ આ ડ્રાઈવથી બંને દેશના તાકાતવાર નેતાઓ કદાચ ક્લીન મોબિલિટી સમાધાન પર ભાર આપી રહ્યા છે. જેના પર બંને નેતાઓ ધ્યાન કેન્દ્રિત કરતાં જોવા મળી રહ્યા છે.
વેચાણના મામલામાં ભારત દુનિયાનું ત્રીજું સૌથી મોટું વેહિકલ માર્કેટ છે. રશિયા-યુક્રેન યુદ્ધ બાદ રશિયન ઓટો મોબાઈલ ઈન્ડસ્ટ્રીને આંચકો લાગ્યો છે. અનેક મોટી મોટી બ્રાન્ડ રશિયા છોડીને જતી રહી છે, પરંતુ લોકલ અને ચીની બ્રાન્ડે અહીં પોતાના પાયો મજબૂત કર્યો છે. આશા સેવાઈ રહી છે કે 2024માં ઈવી બજાર 46.5 મિલિયન અમેરિકન ડોલરની આવક થશે.