શાહરૂખ કેમ ન દેખાયો અનંત અંબાણીના ફંકશનમાં?
ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના (Neeta Ambani-Mukesh Ambani) નાના પુત્ર અનંત અંબાણીના રાધિકા મર્ચન્ટ સાતે લગ્ન થવા જઈ રહ્યા છે ત્યારે લગ્ન પહેલાના સમારંભો અને વિધિઓમાં આખું બોલીવૂડ ઉતરી આવ્યું છે. સંગીતથી માંડી પીઠી ચોળવાના કાર્યક્રમોમાં બોલીવૂડના કલાકારો પરિવાર સાથે સજીધજીને ભાગ લઈ રહ્યા છે, પરંતુ કિંગ ખાન એટલે શાહરૂખ ખાન કે તેનો પરિવાર દેખાયો નથી.
અગાઉ પ્રિ-વેડિંગમાં જામનગર ખાતે એસઆરકેએ પર્ફોમ પણ કર્યું હતું ત્યારે જ્યારે મુખ્ય પ્રસંગની ધામધૂમ છે ત્યારે કિંગ ખાન ક્યા છે તેવો સવાલ સૌ કોઈને થઈ રહ્યો છે. જોકે આનો જવાબ તો શાહરૂખ પોતે જ આપી શકે.
આ સવાલો વચ્ચે અભિનેતાની તસવીરો વાયરલ થઈ રહ્યો છે, જેમાં શાહરૂખ ન્યયોર્કમાં હોવાનું જણાઈ રહ્યું છે. વીડિયોમાં એસઆરકે શૉપિંગ કરતો જોવા મળે છે અને સાથે દીકરી સુહાના પણ છે.
બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન આ દિવસોમાં ન્યૂયોર્કમાં હોવાનું જાણવા મળ્યું છે. હવે તે કોઈ કામે ગયો છે કે વેકેશન માણવા તે કોઈને ખબર નથી.
આ પણ વાંચો: શાહરૂખ ખાને ‘Hey Ram’માં ફી લીધા વગર કર્યું હતું કામ, કમલ હાસને કહ્યું, ‘તે સુપરસ્ટાર નથી, કલાપ્રેમી છે’
શાહરૂખ ખાનની (Shahrukh Khan) જે તસવીર વાયરલ થઈ રહી છે તેમાં તે સુહાના ખાન સાથે શોપિંગ કરતો જોવા મળી રહ્યો છે. તસવીરમાં, અભિનેતા કેશ કાઉન્ટર પર બિલ ચૂકવતો જોવા મળે છે.
સુહાના નજીકમાં ઊભી છે અને ફોન પર કોઈની સાથે વાત કરી રહી છે. આ દરમિયાન શાહરૂખ ખાન એકદમ ડેશિંગ લાગી રહ્યો છે. સુહાના ફ્લોરલ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ તસવીર સિવાય શાહરૂખ ખાનની બીજી તસવીર પણ છે જેમાં તે હાથમાં જૂતા પકડેલો જોવા મળી રહ્યો છે. ન્યૂયોર્કથી સામે આવેલી કિંગ ખાનની આ તસવીર હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે
ગયા વર્ષે શાહરૂખ ખાને ત્રણ બ્લોકબસ્ટર ફિલ્મો પઠાણ, જવાન અને ડંકી બેક ટુ બેક આપી છે. હવે શાહરૂખ ખાન તેની આગામી ફિલ્મ કિંગની તૈયારી કરી રહ્યો છે. આ ફિલ્મમાં તે સુહાના ખાન સાથે સ્ક્રીન શેર કરતો જોવા મળશે. ફિલ્મ કિંગનું નિર્દેશન સુજોય ઘોષ કરશે અને એક્શનની જવાબદારી સિદ્ધાર્થ આનંદને આપવામાં આવી છે.