પાટે ચડ્યું રિયલ એસ્ટેટઃ અમદાવાદમાં રેસિડેન્શિયલ યુનીટ્સના વેચાણમાં આટલો વધારો
અમદાવાદઃ કોરોનાની મહામારી બાદ શહેરી જીવન પર ભારે અસર થઈ અને લોકોએ ઘણા સમય સુધી નવું રોકાણ કરવાનું લગભગ બંધ કરી દીધું. આનો મોટો ફટકો રિયલ એસ્ટેટને પડ્યો હતો. હવે છેલ્લા એકાદ વર્ષથી રિયલ એસ્ટેટ ક્ષેત્રની ગાડી ફરી પાટે ચડી છે ત્યારે ચાલુ વર્ષના છ મહિના પણ સારા ગયા હોવાનું આંકડા જણાવે છે.
આ પણ વાંચો: તરસ્યું અમદાવાદઃ સિઝનનો માત્ર 18 ટકા વરસાદ, ગયા વર્ષ કરતા આટલો ઓછો
અમદાવાદમાં વર્ષ 2024ના છેલ્લા છ મહિનામાં 9377 યુનિટ્સનું વેચાણ થયું છે અને તેમાં 17 ટકાનો યર-ઓન-યર ગ્રોથ થયો છે. રિયલ એસ્ટેટ કન્સલ્ટિંગ ફર્મ નાઈટફ્રેન્ક ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે આ 10 વર્ષમાં અમદાવાદમાં એક કરોડ રૂપિયાથી વધુ કિંમતના ઘરોના વેચાણમાં 100 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો છે.
રિયલ એસ્ટેટ કન્સલ્ટિંગ ફર્મ નાઈટફ્રેન્ક ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે અમદાવાદે રેસિડેન્શિયલ માર્કેટના વેચાણમાં વાર્ષિક 17 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. ડેવલોપર્સે લાઈફસ્ટાઈલની પસંદગીઓને અનુરૂપ આધુનિક એમિનિટિસ અને મોટી સ્પેસ ઓફર કરવામાં આવી છે. શહેરમાં રેસિડેન્શિયલ યુનિટ્સની સરેરાશ કિંમત વાર્ષિક ધોરણ એક ટકા વધીને રૂ. 3035 પ્રતિ ચોરસ ફૂટ થઈ ગઈ હોવાનું રિપોર્ટ જણાવે છે.
આ પણ વાંચો: Vadodara માં કોલેરાના કેસ વધતા હોવાનો કોંગ્રેસનો દાવો, કોલેરા ગ્રસ્ત જાહેર કરવાની માગ
અમદાવાદમાં મોટાભાગના લોકો શહેરના પશ્ચિમ વિસ્તારમાં મકાનો ખરીદવાનું વધુ પસંદ કરે છે. જોકે હવે મેઈન સિટિમાં જગ્યા ન હોવાથી અને અહીં બનતા ઘરોના બાવ ખૂબ ઊંચા હોવાથી એસજી હાઈવે, એસપી રિંગ રોડ પર સતત નવા પ્રોજેક્ટ લોન્ચ થઈ રહ્યા છે. છેલ્લા છ માસમાં ગોતા, ન્યૂ રાણીપ, ત્રાગડ, ચાંદખેડા, મોટેરામાં સૌથી વધુ 30 ટકા મકાનો વેચાયા છે. એસજી હાઈવે, પ્રહલાદનગર, બોપલ, થલતેજ, સાયન્સ સિટી વિસ્તારમાં 29 ટકા મકાનો વેચાયા છે.