મનોરંજનસ્પોર્ટસ

T20 Worldcup જિત્યા બાદ Virat Kohli લંડન પહોંચ્યો કે Iskon Temple?

બોલીવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલી (Bollywood Actress Anushka Sharma And Team India’s Cricketer Virat Kohli) તેમના બીજા સંતાન અકાયના જન્મ બાદથી મોટા ભાગનો સમય લંડનમાં પસાર કરી રહ્યા છે. હાલમાં જ એક્ટ્રેસ પતિ સાથે લંડનમાં છે. વિરાટ કોહલી પણ ટી20 વર્લ્ડ જિત્યા બાદ પત્ની પાસે લંડન પહોંચી ગયા છે અને હાલમાં બંને જણ ક્વોલિટી ટાઈમ સ્પેન્ટ કરી રહ્યા છે. ખુદ અનુષ્કાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને મોર્નિંગ બ્રેકફાસ્ટની ઝલક દેખાડી હતી.

જોકે, આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં એવો દાવો કરાઈ રહ્યો છે વિરાટ અને અનુષ્કા કીર્તન કરવા માટે ઈસ્કોન મંદિર પહોંચ્યા છે. આ વીડિયો શેર કરીને એવું પણ કહેવાઈ રહ્યું છે કે જ્યાં મોટાભાગના જાણીતા સેલેબ્સ અંબાણી પરિવારના ફંક્શનમાં હાજરી આપવા પહોંચ્યા હતા ત્યાં બંને જણ ધર્મ-ધ્યાન કરી રહ્યા છે. ચાલો જાણીએ આખરે વિરાટ અને અનુષ્કા છે ક્યાં અને આ દાવામાં કેટલી સચ્ચાઈ છે…

આ પણ વાંચો : Virat Kohliને કારણે Rohit Sharma અને મારો સંબંધ… એક્ટ્રેસનો ચોંકાવનારો ખુલાસો…

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરવામાં આવેલા આ વીડિયોની કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે હાલમાં બધા જ લોકો અંબાણી પરિવારના ફંક્શનમાં વ્યસ્ત છે ત્યાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા એક આદર્શ પતિ-પત્નીને જેમ લંડનના ઈસ્કોન મંદિરમાં કીર્તનમાં વ્યસ્ત છે. આ વીડિયો અસલી છે અને એમાં જોવા મળી રહેલાં બંને જણ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા જ છે. જોકે, કહાનીમાં ટ્વીસ્ટ એ છે કે આ વીડિયો હાલનો નહીં પણ 17મી જૂનનો છે, જ્યારે વિરુષ્કા ઈસ્કોન ટેમ્પલ પહોંચ્યા હતા.

વાત કરીએ અનુષ્કા શર્માના વર્કફ્રન્ટની તો હાલમાં અનુષ્કા બ્રેક પર છે અને ફિલ્મોથી દૂર પોતાની લાઈફને એન્જોય કરી રહી છે. 2018માં અનુષ્કા છેલ્લી વખત વરુણ ધવન સાથે ફિલ્મ સૂઈ ધાગામાં જોવા મળી હતી. ત્યાર બાદ તે કાલામાં ફિલ્મમાં કેમિયો રોલમાં જોવા મળી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button