આમચી મુંબઈમહારાષ્ટ્ર

વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે શરદ પવારને રાહત આપી, સુપ્રિયા સુળેએ આભાર માન્યો

નવી દિલ્હી: આ વર્ષે મહારાષ્ટ્ર વિધાનસભા માટે ચૂંટણી(Maharastra Assembly election)ની યોજવાની છે. ચૂંટણીના થોડા મહિનાઓ પહેલા, ચૂંટણી પંચે (ECI) એ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી – શરદચંદ્ર પવાર (NCP SP) ને રાહત આપી છે, પંચે NCP (SP)ને લોકો પાસેથી સ્વૈચ્છિક યોગદાન સ્વીકારવા માટે મંજુરી આપી. જનપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ NCP (SP)ની નોંધણી થઇ છે. હવે NCP (SP) ટેક્સ બેનીફીટ માટે દાતાઓને સર્ટિફિકેટ આપી શકાશે. ₹20,000 થી વધુના તમામ ડોનેશન માટે NCP (SP) એ ECI ને રિપોર્ટ સબમિટ કરવો જરૂરી છે.

ECIએ સોમવારે NCP (SP) ને લખેલા એક પત્રમાં જણાવ્યું કે તારીખના 27.03.2024 અને 04.04.2024ના તમારા પત્રોને ધ્યાનમાં લીધા પછી, ECI વચગાળાના ધોરણે, ‘રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી- શરદચંદ્ર પવાર’ને અધિકૃત કરે છે કે કોઈપણ વ્યક્તિ અથવા સરકારી કંપની સિવાય અન્ય કંપની દ્વારા તેને સ્વેચ્છાએ ઓફર કરવામાં આવેલા યોગદાનની કોઈપણ રકમ સ્વીકારી શકાશે.

શરદ પવારે નરેન્દ્ર મોદીને કરી અજબ વિનંતીઃ કહ્યું, મહારાષ્ટ્રમાં વધુ સભા સંબોધજો…

ECIએ લખ્યું કે અજિત પવારને NCPનું નામ અને ચિહ્ન (ઘડિયાળ) આપવાના ECIના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં શરદ પવારની અરજીનો અંતિમ નિકાલ ન થાય ત્યાં સુધી વિધાનસભા ચૂંટણી માટે અગાઉનો આદેશ લાગુ રહેશે. ગયા વર્ષે અજિત પવારે ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે જોડાણ કર્યા પછી NCP પર દાવો કર્યો હતો.

NCP (SP) ના કાર્યકારી પ્રમુખ સુપ્રિયા સુળેના નેતૃત્વમાં આઠ સભ્યોના પ્રતિનિધિમંડળે સોમવારે નવી દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ECI અધિકારીઓને મળ્યા બાદ ડોનેશન સ્વીકારવા માન્યતા આપવામાં આવી હતી.

Assembly Election પૂર્વે ઈલેક્શન કમિશનને શરદ પવાર જૂથે કરી મોટી માગણી

સુપ્રિયા સુળેએ કહ્યું કે અન્ય રાજકીય પક્ષોની જેમ અમને ડોનેશન સામે ટેક્સ બેનીફીટ મળતો ન હતો. અમે માત્ર કાયદેસરન નાણાંનો ઉપયોગ કરીને આ વિધાનસભા ચૂંટણી પારદર્શક રીતે લડવા માંગીએ છીએ. અમને કાયદેસર અને પારદર્શક રીતે નાણાં એકત્ર કરવાની મંજૂરી આપતો પત્ર આપવા બદલ હું ECIની આભારી છું.

ECIના એક અધિકારીએ જણાવ્યું હતું કે NCP (SP) એક માન્યતા પ્રાપ્ત પરંતુ અનરજિસ્ટર્ડ પાર્ટી છે. રાજકીય પક્ષ માટે નોંધણી ફરજિયાત નથી. પરંતુ એકત્ર કરાયેલા ભંડોળ પર ટેક્સ બેનીફીટ મેળવવો ફરજિયાત છે.

NCP (SP)એ ગત લોકસભા ચૂંટણીમાં 11 બેઠકોમાંથી આઠ બેઠકો જીતી હતી, પક્ષ ECI તરફથી નોંધણી અભાવને કારણે ટેક્સ બેનીફીટ માટે તેના દાતાઓને પ્રમાણપત્રો આપી શકી ન હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button