મનોરંજન

આ Famous Singer પર તૂટ્યો દુઃખનો પહાડ, દીકરીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું..

ઈન્ડસ્ટ્રીનાં જાણીતા ગાયિકા ઉષા ઉત્થુપ (Famous Singer Usha Uthup)ના પતિ જાની ચાકો ઉત્થુપ (Jani Chacko Uthup)નું 78 વર્ષની વયે સોમવારે કોલકાતા ખાતે હાર્ટ એટેક આવવાને કારણે નિધન થયું હતું. રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર જાની ટીવી જોઈ રહ્યા હતા એ સમયે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. હોસ્પિટલ પહોંચતા પહેલાં જ તેમનું નિધન થઈ ગયું હતું. ઉષા ઉત્થુપના પરિવારમાં તેમના દીકરા સની અને દીકરી અંજલિનો સમાવેશ થાય છે. ઉષા ઉત્થુપના આ બીજા લગ્ન છે અને સિંગરની દીકરી પણ પિતાના નિધનના સમાચાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ફેન્સ સાથે શેર કર્યા હતા.

આજે એટલે મંગળવારે કોલકતા ખાતે જાની ચાકોના અંતિમ સંસ્કાર કરનામાં આવશે. દીકરી અંજલિ ઉત્થુપે પિતાના નિધનના સમાચાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું હતું કે અપ્પા તમે ખૂબ જ જલદી જતાં રહ્યા… પણ તમે જે રીતે જીવ્યા એ ખરેખર ખૂબ જ સ્ટાઈલિશ હતું. દુન્યાના સૌથી હેન્ડસમ પુરુષ… હું અમે તમને ખૂબ જ પ્રેમ કરીએ છીએ, એક સાચ્ચા સજ્જન અને લોરિન્સિયન અને સારામાં સારી ચા ચાખનાર..

વાત કરીએ ઉષા ઉત્થુપની તો આ જ વર્ષે 25મી જાન્યુઆરીના 75મા ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ તેમને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 1971માં તેમણે ફિલ્મ હરે રામા હરે કૃષ્ણાથી બોલીવૂડમાં બ્રેક મળ્યો હતો. ઉષા ઉત્થુપ અને જાની ચાકોની લવ સ્ટોરી ખૂબ જ ફિલ્મી છે. ઉષા ઉત્થુપના પહેલાં લગ્ન રામુ અય્યર સાથે થયા હતા પરંતુ તેમના આ લગ્ન ખાસ કંઈ ચાલ્યા નહોતા. આવામાં જ એક દિવસ તેઓ રામુ સાથે એક ઈવેન્ટ માટે કોલકતા ગયા હતા જ્યાં તેમની મુલાકાત જાની ચાકો સાથે થઈ હતી.

જાનીએ ખુદ સામે ચાલીને ઉષા ઉત્થુપના પહેલાં પતિ પાસે જઈને ઉષા માટેની લાગણી વ્યક્ત કરી હતી. પરંતુ રામુ જાનીને રવાના કરી દીધા હતા. પરંતુ જાનીએ હાર નહીં માની અને ઉષા સામે પોતાની લાગણી વ્યક્ત કરી હતી. ઉષા ઉત્થુપે પણ જાની માટેની પોતાની ફિલિંગ્સ વ્યક્ત કરી હતી અને આ રીતે ઉષા ઉત્થુપ અને રામુ વચ્ચે અંતર આવવા લાગ્યું અને જાની અને ઉષા નજીક આવવા લાગ્યા. ઉષા સાથે સગાઈ કરવા જાનીએ રિંગ ખરીદવા માટે ઉષા પાસે જ પૈસા ઉધાર માંગ્યા હતા. બંનેના ધર્મ અલગ અલગ હતા અને લોકોની પરવાહ કર્યા વિના તેઓ એકબીજાના થઈ ગયા…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button