નેશનલ

સમલૈંગિક લગ્ન અંગેની રીવ્યુ પીટીશન ઓપન કોર્ટમાં સાંભળવામાં આવે, સુપ્રીમ કોર્ટ સમક્ષ અરજી

નવી દિલ્હી: ગત વર્ષે સુપ્રીમ કોર્ટે સમલૈંગિક લગ્ન(Supreme court’s verdict on same sex marriage) ને મંજુરી આપવાનો ઇનકાર કર્યો હતો. 17 ઓક્ટોબર 2023ના રોજ આપવામાં આવેલા ચુકાદાની સમીક્ષાની માંગ કરતી અરજીઓ(Review Petition)ની ઓપન કોર્ટ (Open court)માં સુનાવણીને મંજૂરી આપવા માટે મંગળવારે સુપ્રીમ કોર્ટ સમક્ષ વિનંતી કરવામાં આવી છે. સમલૈંગિક યુગલોને કાયદાકીય માન્યતા આપવાનો ઇનકાર કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ફક્ત સંસદ અને રાજ્યની વિધાનસભાઓ જ સેમ સેક્સ લગ્નને માન્ય કરવા માટે કાયદો બનાવી શકે છે.

વરિષ્ઠ વકીલ નીરજ કિશન કૌલ અને અભિષેક મનુ સિંઘવીએ ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ધનંજય વાય ચંદ્રચુડ(CJI DY Chandrachud) સમક્ષ અરજી કરી છે કે સમલૈંગિક લગ્નના ચુકાદા સામેની સમીક્ષા અરજીઓની સુનાવણી ચેમ્બરમાં કરવાને બદલે 10 જુલાઈએ ઓપન કોર્ટમાં કરવામાં આવે.

કૌલ અને સિંઘવીએ સમીક્ષા અરજીઓ માટે ઓપન કોર્ટમાં સુનાવણીના મહત્વ પર ભાર મૂક્યો હતો, તેમણે દલીલ કરી છે કે ઓપન કોર્ટમાં સુનાવણી મુદ્દાઓની વધુ પારદર્શક અને સંપૂર્ણ સુનાવણીને પ્રોત્સાહન આપશે.

CJI એ આ વિનંતીને સ્વીકારી છે અને કહ્યું કે તેઓ તેના પર વિચાર કરશે, જ્યારે એમને એ પણ કહ્યું કે બંધારણીય બેંચ સમક્ષ રિવ્યુ પિટિશન દાખલ થયેલી છે. તેમણે કહ્યું કે તેઓ ઓપન કોર્ટમાં સુનાવણી માટે આ બાબતને સૂચિબદ્ધ કરવાનો નિર્ણય એકપક્ષીય રીતે લઈ શકતા નથી.

CJIએ કહ્યું કે ઓપન કોર્ટમાં સુનાવણી માટે આ મુદ્દાને સૂચિબદ્ધ કરવાના કોઈપણ નિર્ણય માટે પાંચ જજની બેંચના તમામ સભ્યો દ્વારા કાળજીપૂર્વક વિચારણા કરવાની જરૂર રહેશે. CJI ચંદ્રચુડની આગેવાની હેઠળ ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના, હિમા કોહલી, BV નાગરથના અને PS નરસિમ્હાની બનેલી બેંચ, 10 જુલાઈના રોજ સમલૈંગિક લગ્નના ચુકાદા સામે રિવ્યુ પિટિશન પર વિચાર કરશે.

સુપ્રીમ કોર્ટે ઑક્ટોબર 17 ના રોજ 3-2 ની બહુમતીથી ચુકાદો આપ્યો હતો, કોર્ટે સમલૈંગિક લગ્નને કાયદાકીય મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button