Mumbai rain: સાત ફ્લાઈટ ડાઈવર્ટ, 21 ડીલે, પેસેન્જરોને હાલાકી

અમદાવાદઃ મુંબઈમા પડેલા ભારેથી વરસાદને (heavy rain in Mumbai)કારણે જનજીવન ખોરવાયું છે, વરસાદને કારણે ખાસ કરીને યાતાયાતને વ્યાપક અસર પહોંચી છે. વરસાદના કારણે એરપોર્ટ(Mumbai airport)ના રન-વે પર વિઝિબિલિટી ઘટી જતાં ફ્લાઈટ્સના લેન્ડિંગ પર અસર પડી હતી. જેમાં બે ઈન્ટરનેશનલ સહિત સાત ફ્લાઈટને લેન્ડિંગની મંજૂરી નહીં મળતા અમદાવાદ ડાઈવર્ટ કરવામાં આવી હતી.
આ તમામ ફ્લાઈટ્સ અમદાવાદથી બે-ત્રણ કલાક મોડી રવાના થઇ હતી. જેના કારણે ફ્લાઈટમાં સવાર એક હજારથી વધુ પેસેન્જરોને ફ્લાઈટમાં જ બેસાડી રાખવાની ફરજ પડી હતી, જેથી મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઉપરાંત પાઈલટની ડ્યૂટીના કલાકો પૂરા થઈ જતાં ગ્વાલિયરની ફ્લાઈટ ત્રણ કલાક મોડી ટેકઓફ થઇ હતી.
મુંબઈમાં ભારે વરસાદથી ફ્લાઈટોના શિડ્યુલ ખોરવાયા હતા. રવિવારે રાતે 12.15 વાગે અમદાવાદથી મુંબઇ જવા રવાના થયેલી ઇન્ડિગોની ફ્લાઈટને ઇન્દોર ડાઈવર્ટ કરાતા પેસેન્જરો આખી રાત હેરાન થયા હતા. સોમવારે પણ અમદાવાદથી ઉપડતી 21 ફ્લાઈટો એકથી ચાર કલાક સુધી મોડી પડી હતી, જ્યારે ઇન્ડિગોની બે અને એર ઇન્ડિયાની દિલ્હીની જતી એક એમ ત્રણ ફ્લાઈટો રદ કરવામાં આવી હતી. જેને કારણે કેટલાક કનેક્ટિંગ પેસેન્જરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
અમદાવાદથી સવારે 11.15 વાગ્યે ગ્વાલિયર જતી ફ્લાઈટના પાઈલટના ડ્યૂટીના કલાકો પૂરા થઈ હતી. પેસેન્જરો અટવાયા હતા. બીજી ફ્લાઈટમાં પાઈલટ આવ્યા બાદ ત્રણ કલાકના વિલંબ બાદ બપોરે 2.25 કલાકે ફ્લાઈટ ગ્વાલિયર જવા રવાના થઈ હતી.
મુંબઈથી અમદાવાદ ડાઈવર્ટ ફ્લાઈટમાં વિસ્તારા ગોવા, અકાશા કોલકાતા, એર ઇન્ડિયા દિલ્હી, લુફથાન્સા ફ્રેન્કફર્ટ, એરલાઈન સેક્ટર, ઇન્ડિગો દિલ્હી, કુવૈત એરવેઝ કુવૈત, ઇન્ડિગો દોહાનો સમાવેશ થાય છે.
Also Read –