નેશનલ

ઝારખંડના સીએમ Hemant Shoren ની મુશ્કેલી વધી, ઇડી જામીન અરજી રદ કરાવવા સુપ્રીમ કોર્ટ પહોંચી

નવી દિલ્હી : ઝારખંડના સીએમ હેમંત શોરેનની(Hemant Shoren)મુશ્કેલીઓ ફરી એક વાર વધી છે. સીએમ બનતાની સાથે જ ઇડી(ED)એક્ટિવ થઈ છે. તેમજ તેમની જામીન અરજીને રદ કરવા સુપ્રીમ કોર્ટ પહોંચી છે. જેમાં ઝારખંડમાં છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા મોટા રાજકીય ફેરફારો જોવા મળ્યા છે. કથિત જમીન કૌભાંડ કેસમાં જેલમાં રહેલા હેમંત સોરેનને હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા છે. આ પછી તરત જ રાજ્યના સીએમ ચંપાઈ સોરેને રાજીનામું આપ્યું અને હેમંત સોરેને ફરી એકવાર નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ જમીન કૌભાંડ કેસમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન સામે હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા જામીનના મામલે કડક કાર્યવાહી કરી છે. ઝારખંડ હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ તપાસ એજન્સી ઈડી સુપ્રીમ કોર્ટ પહોંચી છે. EDએ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.તાજેતરમાં જ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને જમીન કૌભાંડ સંબંધિત મામલામાં હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે.

વિશ્વાસનો મત જીત્યો

તાજેતરમાં હેમંત સોરેને રાજ્ય વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો, જેમાં તેમના સાથી પક્ષો સહિત, તેમને કુલ 45 મત મળ્યા. આ સાથે હેમંત સોરેને બહુમતી સાથે વિશ્વાસ પ્રસ્તાવ જીતી લીધો. હાલમાં 81 સભ્યોની ઝારખંડ વિધાનસભામાં 76 ધારાસભ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button