Mumbai માં ભારે વરસાદથી જનજીવનને અસર, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું, બીએમસી હેલ્પલાઇન શરૂ કરી
મુંબઇ : મુંબઈમાં(Mumbai)વરસાદને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. ભારતીય હવામાન વિભાગે મંગળવારે ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે BMC પણ હાઈ એલર્ટ પર આવી ગયું છે. નાગરિકો માટે એડવાઈઝરી જારી કરવામાં આવી છે. મુસાફરી અને બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે એક હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. મુંબઈ અને પનવેલ તેમજ રત્નાગીરી-સિંધુદુર્ગના ગ્રામીણ વિસ્તારોમાં શાળાઓ અને કોલેજો મંગળવારે બંધ રહેશે એક અધિકારીએ જણાવ્યું કે આ નિર્ણય પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તેમજ જુનિયર અને સિનિયર કોલેજો સહિત તમામ ખાનગી શાળાઓને લાગુ પડશે.
ઉલ્લેખનીય છે કે સોમવારે અહીં ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું. જેના કારણે અનેક જગ્યાએ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. વાહનોની અવરજવર બંધ થઈ ગઈ હતી. ટ્રેન સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી હતી અને ઘણી ફ્લાઈટને પણ અસર થઈ હતી. માત્ર છથી સાત કલાકમાં જ અનેક વિસ્તારોમાં 300 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગના રેડ એલર્ટ BMC સક્રિય
મંગળવાર માટે હવામાન વિભાગના રેડ એલર્ટ બાદ BMC સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગયું છે. BMC કમિશનર અને એડમિનિસ્ટ્રેટર ભૂષણ ગગરાણીએ લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે જો તે એકદમ જરૂરી ન હોય તો ઘરની બહાર ન નીકળો. આ ઉપરાંત લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા માટે કહેવામાં આવ્યું છે.
BMCનો ડિઝાસ્ટર મેનેજમેન્ટ હેલ્પ લાઇનનંબર 1916
BMCએ તેની તમામ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને હાઈ એલર્ટ પર મૂકી દીધી છે. નાગરિકોને ગભરાશો નહીં અને કોઈપણ સમસ્યાના કિસ્સામાં મદદ માટે BMCના ડિઝાસ્ટર મેનેજમેન્ટ નંબર 1916 પર કૉલ કરવા માટે કહેવામાં આવ્યું છે. તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. તમામ પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે.